ફરિયાદ:પાલુન્દ્રાના યુવક-યુવતીઓનાં ખોટાં લગ્ન પ્રમાણપત્ર અપલોડ કરાયાં

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેસબુક પર અપલોડ કરતાં ફરિયાદ નોંધાઈ
  • Dk Chauhan નામના આઇડી પર બદનામ કરવા માટે 6 પ્રમાણપત્ર અપલોડ કરાયા

દહેગામ તાલુકાના પાલુન્દ્રા ગામમા રહેતા દેસાઇ અને ચૌહાણ સમાજના યુવક અને યુવતિના લગ્નના બનાવટી પ્રમાણપત્ર Dk Chauhan નામના ફેસબુક આઇડી ઉપર અપલોડ કરી દેવાયા હતા. ગામમા રહેતી એક યુવતિના સગાએ આ પ્રમાપપત્ર ફેસબુક પર જોતા યુવતિના પિતાને જાણ કરી હતી. સમગ્ર બાબતને તપાસ કરતા ગામની એક જ સમાજની 6 યુવતિના ગામના જ અન્ય સમાજના યુવકો સાથે લગ્ન થયેલા હોય તેવા પ્રમાણપત્ર બનાવેલા જોવા મળ્યા હતા. જેમા 5 દેસાઇ સમાજની યુવતિના લગ્ન ચૌહાણ સમાજના યુવક સાથે, જ્યારે એક ચૌહાણ સમાજની યુવતિના લગ્ન દેસાઇ સમાજના યુવક સાથે થયા હોય તેવુ પ્રમાણપત્ર બનાવ્યુ છે. આ સમગ્ર બનાવ સામે આવતા બંને સમાજના આગેવાનો દ્વારા સાઇબર ક્રાઇમ પોલીસ મથકમા ફરિયાદ આપવામા આવી હતી. જેને લઇને પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. બીજી તરફ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે મતદાન કરવામા આવશે. જેના થોડા દિવસ પહેલા જ આ પ્રકારનુ કૃત્ય કરવામા આવતા ક્યાંક તેનો લાભ લેવા માટે પણ કરાયુ હોય તેવી શંકા છે. જોકે, પોલીસે બંને સમાજના આગેવાનોની ફરિયાદ લીધા બાદ ગામમા તંગદીલી ના ફેલાય તેનુ પણ ધ્યાન રાખી રહી છે.

અન્ય સમાચારો પણ છે...