આયોજન:મિથિલામાં રોકાણ માટેની વ્યાપક તકો, ગુજરાતના ઉદ્યમીઓ બિહાર આવે: સંજય ઝા

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગરમાં મિથિલા મહોત્સવમાં બિહારના સુચના-જનસંપર્ક મંત્રીએ ભાગ લીધો

ગાંધીનગરમાં ગુજરાત મિથિલા મહોત્સવ-2022 યોજાયો હતો, જેમાં બિહારના જળ સંશાધન તથા સુચના અને જનસંપર્ક મંત્રી સંજયકુમાર ઝાએ હાજરી આપી હતી. તેઓએ કહ્યું હતું કે, ‘બિહારમાં આગામી 10 મે ના રોજ જાનકી નવમી પર્વ એટલે સીતા માતાનો પ્રાગટ્ય પર્વ ધામધૂમથી ઉજવાશે. અમે મિથિલા નિવાસી મુખ્યમંત્રી નીતીશકુમારને આભારી છે જેઓએ રામનવમીની ઉજવણી નિમિતે આ પર્વને નવી ઓળખ આપી છે.

મુખ્યમંત્રીનો પ્રયાસ છે કે દેશની દરેક થાળીમાં કોઈને કોઈ બિહારી વ્યંજન હોય. મિથિલાની એક પ્રોડક્ટ દેશ જ નહીં વિદેશોમાં પણ દરેક થાળીમાં પહોંચવાની સંભવના રાખે છે તે અને છે તે મખાના. આખા મિથિલામાં મખાનાની ખેતીને પ્રોત્સાહન આપવા અને દેશ-વિદેશમાં તેના બ્રાડિંગ અને વેચાણ માટે મુખ્યમંત્રીના નિર્દેશ પર બિહાર સરકાર મખાના વિકાસ યોજના શરૂ કરી અનેક સ્તરે પ્રયાસ કરાઈ રહ્યાં છે.

આખા મિથિલામાં મોટી પ્રમાણમાં રસ્તા અને પુલના નિર્માણથી વાહનવ્યવહાર સુગમ થશે. ફૂડ પ્રોસેસિંગ સહિત અનેક ક્ષેત્રોમાં મિથિલામાં રોકાણ માટેની વ્યાપક સંભાવનાઓ રહેલી છે.’ સંજયકુમાર ઝાએ ગુજરાતમાં વેપાર કરતાં મિથિલવાસીઓને પણ મિથિલા આવીને રોકાણ કરવા આહવાન કર્યું છે.

‘ચરખો ચલાવી સાત્વિક અનુભૂતી થઈ’
ગાંધીનગરમાં ગુજરાત મિથિલા મહોત્સવમાં ભાગ લેતા પહેલાં સંજયકુમાર અમદાવાદ ખાતે ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને નમન કરીને ચિત્ર પ્રદર્શન નિહાળી રેંટિયો કાંત્યો હતો. મુલાકાત પછી તેઓને ટ્વિટ કર્યું હતું કે,‘ગાંધી આશ્રમમાં સમય પસાર કરીને ચરખો ચલાવી સાત્વિક અનુભૂતી થઈ.’

અન્ય સમાચારો પણ છે...