તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગાંધીનગરના સેકટર-5માં નિવૃત જવાનનાં ઘર-કારમાંથી મોંઘીદાટ વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપાયો

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર યુનિટ પરમિશનની આડમાં વૈભવી કારમાં દારૂ ની હેરાફેરી કરતો હતો

ગાંધીનગરનાં સેકટર 5/સી માંથી ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી વૈભવી ફોર્ડ ઈકો સ્પોર્ટ્સ કાર તેમજ ઘરમાંથી મોંઘાભાવે બજારમાં વેચાતા વિદેશી દારૂના જથ્થા સહિત રૂ. 3.60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી નિવૃત ફોર્સ જવાની ધરપકડ કરી લેવામાં લેવામાં આવી છે. નિવૃત જવાન પાસે મહિને ચાર ચાર યુનિટની જ પરમીશન હોવા છતાં તેની આડમાં વૈભવી કારમાં વિદેશી દારૂની ડીલીવરી કરવામાં આવતી હોવાનું પણ ક્રાઇમ બ્રાંચની તપાસમાં ખુલવા પામ્યું છે.

ગાંધીનગર ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેકટર એચ.પી. ઝાલાએ ગાંધીનગર સેકટર-7 પોલીસ મથકમાં ચાલતી ગેરકાયદેસર દારૂની પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા સ્ટાફના માણસોને એક્ટિવ કરી પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું હતું. જેનાં પગલે ક્રાઇમ બ્રાંચની ટીમ આ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી બાતમીદારો પાસેથી વિદેશી દારૂની માહિતી એકત્ર કરવામાં આવી રહી હતી.

જે અન્વયે ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, સેકટર 5/C પ્લોટ નંબર 782/1માં રહેતા નિવૃત ફોર્સ જવાન સુરેશકુમાર પૂરણસિંહ નૈન પોતાની ફોર્ડ ઈકો સ્પોર્ટ્સ કારમાં મોંઘા ભાવની વિદેશી દારૂની હેરાફેરી કરી વેચાણ કરે છે. આથી ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા બાતમી મુજબ સેકટર-5માં દરોડો પાડવામાં હતો. જ્યાં ઈકો સ્પોર્ટ્સ કારમાં એક ઈસમ શંકાસ્પદ રીતે કાંઈ કરતો જોવા મળ્યો હતો.

બાદમાં પોલીસે કારને કોર્ડન કરી લઈ સુરેશકુમારને પકડી લઈ કારની તલાશી લેવામાં આવી હતી જેમાં ખાખી કલરના ખોખામાંથી vat-69, બ્લેક ડોગ, બેલેનટાઇન જેવી મોંઘા ભાવે વેચાતી વિસ્કીની બોટલો મળી આવી હતી. જેનાં પગલે ક્રાઇમ બ્રાંચે તેના ઘરની પણ તલાશી લેવામાં આવી હતી.

જેનાં ઘરના સોફા સેટ પાસેના કબાટમાંથી 100 પાઈપર, બકારડી રમ, સ્મિનોર્ફ, ટીચર્સ અને બ્લેક એન્ડ વ્હાઇટ જેવી મોંઘીદાટ વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જેની કડકાઈથી પૂછપરછ કરતાં સુરેશકુમારને મહિને ચાર ચાર યુનિટ દારૂની હેલ્થ પરમિશન હોવા છતાં તેના કરતાં વધુ દારૂનો જથ્થો રાખી તે છૂટક વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી. જે સંદર્ભે ક્રાઇમ બ્રાંચ દ્વારા સુરેશકુમારની ધરપકડ કરી વિદેશી દારૂની 30 બોટલો તેમજ વૈભવી કાર મળી રૂ. 3.60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...