કર્મીઓને સેલની જાણકારી આપી:ચૂંટણીની કામગીરી કરતા કર્મીઓને ખર્ચ મોનિટરિંગ સેલની જાણકારી આપી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી સંપન્ન થાય તે માટે સેલની કામગીરી શું રહેશે તેની જાણકારી આપી

ચૂંટણીની કામગીરી કરતા નેકર્મચારીઓ ખર્ચ મોનીટરીંગ સેલની જાણકારી આપી હતી. ઉપરાંત અલગ અલaગ વિભાગની કેટલા ટકા કામગીરી કરવામાં આવી તેનો રિવ્યું કરવામાં આવ્યો હતો. ચૂંટણી ન્યાયપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે સેલની કામગીરી શું રહેશે તેની પણ જાણકારી આપી હતી. વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાની પાંચ સીટો ઉપર યોજનાર છે. ત્યારે જિલ્લામાં રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે તેમજ રીઝવવા માટે લોભામણી લાલચો આપવામાં આવશે. ત્યારે ઉમેદવારો કે રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતા ખર્ચ અંગે નિયંત્રણ આવે તે માટે ખર્ચ મોનીટરીંગ સેલની રચના કરવામાં આવી છે. જેમાં મદદનીશ ખર્ચ નિરીક્ષકો, ફ્લાઇંગ સ્કવોર્ડ, સ્ટેટીક સર્વેલન્સ ટીમ, વિડિયો સર્વેલન્સ ટીમ, વિડિયો વ્યુઇંગ ટીમ, એકાઉન્ટીંગ ટીમ તેમજ ઇન્કમટેક્ષ ટીમની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં દરેક ટીમે અત્યાર સુધી શું શું કામગીરી કરી તેમજ આગામી સમયમાં કેવા કેવા પ્રકારની કામગીરી કરવાની રહેશે તેની જાણકારી આપવામાં આવી હતી. વધુમાં દરેક ટીમે ડે ટુ ડેની માહિતી મેળવવાની રહેશે. ત્યારબાદ તમામ બાબતોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવાનું રહેશે તેવી સુચના આપવામાં આવી હતી. વધુમાં ચુંટણીમાં સૌથી વધુ નાણાંકિય ખર્ચ થતું હોય છે. ત્યારે તેવા સમયે ખર્ચ ઉપર નિયંત્રણ આવે તે માટે દરેક ટીમની કેવા કેવા પ્રકારની કામગીરી રહેશે. તે અંગેની પણ જાણકારી આપી હતી. તેમજ રાજકીય પાર્ટીઓ દ્વારા મતદારોને રીઝવવા માટે કેવા કેવા પ્રકારના ખર્ચ કરવામાં આવી રહ્યા છે સહિતની જાણકારી રાખવાની રહેશે. ઉપરાંત દરેક બાબતોની ઝીણવટ ભર્યો અભ્યાસ તેમજ તપાસ કરવાની રહેશે. રાજકીય પક્ષોની સાથે સાથે ઉમેદવાર તરફથી કેવા કેવા પ્રકારના ખર્ચ કરવામાં આવી રહ્યા છે. નિયત કરેલી ખર્ચની મર્યાદામાં ખર્ચ કરવામાં આવી રહ્યો છે કે નહી સહિતની બાબતો અને પાસાઓની પણ તપાસ કરવાની રહેશે સહિતની જાણકારી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...