તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોણ કપાશે, કોણ રહેશે?:મંત્રીમંડળમાં મે મહિનાના અંત સમયે વિસ્તરણના ભણકારા; અમુક મંત્રીઓને કેબિનેટમાં પ્રમોશન મળવાની શક્યતા

ગાંધીનગર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત વિધાનસભાની ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત વિધાનસભાની ફાઇલ તસવીર
 • કોરોનાને કારણે સરકાર હાલ વિસ્તરણ મામલે ચૂપ

મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ મે મહિનાના અંતિમ સમય દરમિયાન કરી શકે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. આગામી વર્ષ 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી તેને લક્ષ્યમાં રાખીને આ વિસ્તરણ કરાશે તેવું સરકાર અને ભાજપના સૂત્રો જણાવે છે. આ દરમિયાન પાંચથી સાત મંત્રીઓને કેબિનેટમાંથી બહાર કરાશે, જ્યારે નવા આઠથી દસ મંત્રીઓ ઉમેરાશે તેવી વિગતો પ્રાપ્ત થઇ રહી છે.

અમુક મંત્રીઓને કેબિનેટમાં પ્રમોશન મળવાની શક્યતા
સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ કોરોના ગુજરાતમાં તેના નવા પીક ઉપર હોવાથી સરકાર આ બાબતમાં કોઇ સ્પષ્ટતા કરી રહી નથી. પરંતુ મે માસ પછી આ નિર્ણય જાહેર કરાશે અને તે અંગે પક્ષમાં મસલત પણ થઇ છે. આ યાદીમાં કોનો સમાવેશ કરાશે તેની યાદી અંગે ખાસ કોઇ ફોડ પાડવા તૈયાર નથી. આ વિસ્તરણ દરમિયાન અમુક મંત્રીઓને રાજ્ય કક્ષામાંથી કેબિનેટ કક્ષામાં પ્રમોશન મળી શકે છે. આ માટે જે-તે વિસ્તાર અને જ્ઞાતિના સમીકરણને પણ ધ્યાને લેવાશે. દિલ્હીથી આ માટેની આખરી મંજૂરી ગયા બાદ વિસ્તરણને આખરી ઓપ આપી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો