રાજ્યમાં ભારે વરસાદને પગલે નિર્ણય લેવાયો:ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસીટી કોર્પોરેશન લિમીટેડ દ્વારા લેવાનારી પરીક્ષા મોકૂફ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • નિર્ણયના વિલંબથી પરીક્ષાર્થી મંૂઝવણમાં હતા, પાવર પ્લાન્ટ એટેડન્ટ અને જુનિયર એન્જિનિયરની પરીક્ષા લેવાનારી હતી

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસીટી કોર્પોરેશન લિમીટેડ દ્વારા પાવર પ્લાન્ટ એટેન્ડન્ટ અને જુનિયર એન્જીનીયરની ભરતી માટેની પરીક્ષા તા. 13મી જુલાઇ અને બુધવારથી સતત 4 દિવસ સુધી લેવાનાર હતી.આ પરીક્ષા ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને મોકુફ રાખવામાં આવી હોવાનું નાણા અ્ને ઉર્જા મંત્રી કનુ દેસાઇએ જણાવી કહ્યું કે પરીક્ષા લેવાની નવી તારીખ હવે પછી જાહેર કરાશે.

મંત્રી કનુ દેસાઇના કહ્યા પ્રમાણે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસીટી કોર્પોરેશન લિમીટેડ (જીએસઇસીએલ)દ્વારા પાવર પ્લાન્ટ એટેન્ડન્ટ અને જુનિયર એન્જીનીયરની 315 જગ્યા માટે પરીક્ષા લેવાનાર હતી. આ પરીક્ષા તા. 13 અને બુધવારથીતા. 16 અને શનિવાર સુધી તબક્કાવાર લેવાનાર હતી. આ પરીક્ષા આપવા માટે રાજયભરના આશરે 43 હજાર ઉમેદવારોએ અરજી કરી હતી. અરજી કરનાર ઉમેદવારોને પરીક્ષા માટેની હોલ ટીકીટ સહિતની તૈયારી કરી લીધી હતી.આ સાથે ઉમેદવારોની જ રજૂઆત હતી કે, ભારે વરસાદ હોવાથી પરીક્ષા મોકુફ રાખવી જોઇએ.

આ બાબતે ઉમેદવારોએ જીએસઇસીએલને પણ રજૂઆત કરી હતી. આમછતા કંપની ભરતી પરીક્ષા લેવા માટે તૈયાર હતી,પણ વરસાદની સ્થિતિને કારણે ઉમેદવારોએ પરીક્ષા મોકુફ રાખવાનો આગ્રહ રાખતા છેવટે પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...