કાર્યવાહી:આખરે પૂર્વ મેયરની વિવાદસ્પદ બિલ્ડિંગના 4 માળ સીલ કરાયા

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનપા દ્વારા વપરાશ બંધ કરવાની નોટિસ બાદ કાર્યવાહી

સેક્ટર-11 સ્થિત પૂર્વ મેયરના વિવાદાસ્પદ બિલ્ડિંગના 4 માળ કોર્પોરેશન દ્વારા સીલ કરાયા છે. બિલ્ડિંગ મુદ્દે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર પિન્કીબેન પટેલ દ્વારા હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે. જેમાં ચાલતી સુનાવણીમાં કોર્પોરેશન દ્વારા બિલ્ડિંગને સીલ મારવાની ખાતરી અપાઈ હતી. જેને પગલે હવે તંત્ર દ્વારા ડિસેમ્બરમાં જે. કે. ઈન્ફ્રા પ્રા. લી.ના કુલમુખ્યત્યાર એવા પૂર્વ મેયર રીટાબેનના પતિ કેતન પટેલને નોટિસ અપાઈ હતી.

કોર્પોરેશન દ્વારા 24-07-2018ના પત્રથી બિલ્ડિંગની બાંધકામ પરવાનગી રદ કર્યા બાદ પણ બાંધકામ કરાયુ હતું. જેથી બિનઅધિકૃત બાંધકામનો વપરાશ બંધ કરાવવા માટે તંત્ર દ્વારા બિલ્ડિંગના 8, 9, 10 અને 11મો માળ સીલ કરાયા છે. કાર્યવાહીની જાણ તંત્ર દ્વારા કોર્ટની સુનાવણીમાં કરવાશે. આ બાબતે કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે, જોકે તંત્ર દ્વારા હાઈકોર્ટ સમક્ષ અપાયેલી કાર્યવાહીની બાહેંધરીથી બિલ્ડિંગના વિવાદસ્પદ 4 માળ સીલ મારી તેનો વપરાશ બંધ કરાવાયો છે.

અન્ય સમાચારો પણ છે...