તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યસનીઓની બિન્દાસ ખરીદી:પાન-મસાલાના ભાવ ડબલ થઈ જવા છતાં વ્યસનીઓને મોંઘવારી નડતી નથી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસોથી પાર્લર-ગલ્લાં બંધ રહેતા
  • સામાન્ય દિવસોમાં પ્રતિ કિલો સોપારીનો ભાવ રૂપિયા 500થી 600નો ભાવ હતો, જે હાલમાં પ્રતિ કિલો રૂપિયા 1000થી 1200 થઇ ગયો: ખરીદીમાં કોઈ ઘટાડો નહીં

વેગ પકડેલા કોરોનાના સંક્રમણને પગલે પાન પાર્લરોને બંધ કર્યા છે. આથી સોપારી, તમાકુ અને ચુનાના ભાવમાં ડબલ વધારો થયો છે. ઉપરાંત પોતાના માલનું વેચાણ ચાલુ રહે તે માટે પાન પાર્લરવાળા ગ્રાહકોના હોમ ડીલીવરી માલ મોકલાઈ રહ્યો છે. જોકે તેમ છતાં બંધાણીઓને મસાલાનો ભાવ વધારો નડતો નથી. અને તેઓ બિન્દાસ ખરીદી કરી રહ્યા છે.

કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરવા સરકાર દ્વારા મીની લોકડાઉનની અમલવારી કરી છે. તેમાં કરીયાણા, દવા, દૂધ પાર્લર, બેકરી સહિતની નિયત કરેલી દુકાનો જ ખુલ્લી રાખવાની સુચના આપી છે. જ્યારે બાકીની દુકાનોને બંધ રાખવાનો આદેશ કર્યો છે. તેમાંય પાન પાર્લરોમાં પાન, બીડી, સીગરેટ તેમજ મસાલા ખાનાર વ્યક્તિઓ વધુ આવતા હોવાથી સંક્રમણનું વિશેેષ થવાની શક્યતા રહેલી છે. આથી પાન પાર્લરોને તો અગાઉથી જ બંધ કરવાની સુચના આપી હતી. જોકે પાન પાર્લર બંધ કરી દેવાતા ભાવમાં ડબલ વધારો કરી દીધો છે.

તેમ છતાં પાન, મસાલા, બીડી, તમાકુ, સિગરેટ કે પડિકી ખાનાર બંધાણીઓને મોંઘવારી નડતી નથી. સામાન્ય દિવસો પાન પાર્લરો ખુલ્લા રહેતા હતા ત્યારે પ્રતિ કિલો સોપારીનો ભાવ રૂપિયા 500થી 600નો ભાવ હતો. જે હાલમાં પ્રતિ કિલો રૂપિયા 1000થી 1200 થઇ ગયો છે. તેજ રીતે તમાકુના ડબ્બાનો ભાવ 225ના હાલમાં 500 થયા છે. જ્યારે ચુનાની એક બેગનો ભાવ 20ના હાલમાં 50 થઇ ગયો છે.

કોડવર્ડથી તમાકુ, સોપારી તેમજ ચૂનાની કરવામાં આવતી હોમ ડિલિવરી
પાન પાર્લરવાળાને હાલમાં પ્રતિબંધ હોવાથી તમાકુ, સોપારી અને ચુનાની હોમ ડિલેવરી કરતા હોય છે. તેમાંય અલગ અલગ કોડ વર્ડ રાખવામાં આવ્યા છે. તેના આધારે માલની ડિલીવરી કરવામાં આવે છે.

સપ્લાય ચાલુ હોવાથી ભાવ વધારે વધ્યા નથી
પાન પાર્લર બંધ છે પરંતુ હોલેસેલ સપ્લાય ચાલુ હોવાથી તમાકુ, સોપારી, સીગરેટ, બીડી, ચુનો સહિતના ભાવમાં ડબલ વધારો થયો છે. જોકે ગત વર્ષે લોકડાઉન હોવાથી સપ્લાય જ થતો નહી હોવાથી ભાવમાં દસ ગણો વધારો થયો હતો.જોકે ધીમેધીમે હવે આ વખતે વધારો થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...