તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ એક્ટિવ:શ્રાવણ મહિનો પૂર્ણ થવા આવ્યો છતાં ઈન્ફોસિટી પોલીસની હદમાં ગણનાંપાત્ર એકપણ જુગારનો ગુનો નહીં..!!

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હુક્કા બાર પ્રકરણ પછી ડી સ્ટાફને સજાનાં ભાગરૂપે વિસર્જિત કરી દેવામાં આવ્યું હતું
  • ડી સ્ટાફે સક્રિય કામગીરી કરવાની બાહેધરી આપતા ડી સ્ટાફની ટીમ ફરી એક્ટિવ કરાઈ

ગાંધીનગર જિલ્લા પોલીસનાં 13 પોલીસ મથકમાં શ્રાવણ મહીના દરમિયાન ઠેર ઠેર પોલીસે દરોડા પાડીને અનેક જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ત્યારે જિલ્લાના એકમાત્ર ઈન્ફોસિટી સીટી પોલીસ મથકમાં અત્યાર સુધી ગણનાપાત્ર એકપણ જુગારનો ગુનો દાખલ થયો નથી. ત્યારે હુક્કાબાર પ્રકરણ પછી સજાનાં ભાગરૂપે વિસર્જિત કરી દેવામાં આવેલા ડી સ્ટાફે સક્રિય કામગીરી કરવાની બાહેધરી આપતા પુનઃ ડી સ્ટાફને એક્ટિવ કરી દેવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લામાં શ્રાવણિયા જુગારની મૌસમ પૂર બહાર ખીલી ઉઠી છે. સાતમ આઠમનાં તહેવારો નિમિત્તે સમગ્ર જિલ્લા પોલીસ મથકની પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરીને જુગારની પ્રવૃતિઓ ઝડપી લેવા બાઝ નજર રાખવામાં આવી હતી. આ દરમિયાન જિલ્લાના અલગ અલગ પોલીસ મથકના સ્ટાફ દ્વારા 30 થી વધુ સ્થળોએ દરોડા પાડીને અનેક જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

ગ્રામ્ય વિસ્તારમાં 160થી વધુ જુગારીઓ સામે જે તે પોલીસ મથકમાં જુગાર ધારા હેઠળ ગુના દાખલ પણ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને સાતમ આઠમનાં તહેવાર નિમિતે પોલીસે ખાસ તકેદારી રાખી બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા. ગાંધીનગર જિલ્લાના 13 પોલીસ મથક આવેલા છે. જેમાં સેકટર 21,સેકટર 7,દહેગામ, કલોલ શહેર, કલોલ તાલુકા, પેથાપુર, અડાલજ, ઈન્ફોસિટી, માણસા, રખીયાલ, ડભોડા, મહિલા પોલીસ મથક તેમજ દહેગામ મળીને 13 પોલીસ મથકનો સમાવેશ થાય છે.

મહિલા પોલીસ મથકને બાદ કરતા જિલ્લાના 12 પોલીસ મથકો દ્વારા પોતાની હદ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દઈ ઠેર ઠેર દરોડા પાડીને જુગારીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે જિલ્લાનાં એકમાત્ર ઈન્ફોસિટી પોલીસ મથકમાં અત્યાર સુધી એકપણ ગણનાપાત્ર જુગારનો ગુનો દાખલ થયો નથી. ત્યારે એવું કહી શકાય કે ઈન્ફોસિટી પોલીસ હુક્કાબાર પ્રકરણ પછી વધુ એક્ટિવ થઈ ચૂકી છે.

થોડા વખત અગાઉ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે કોબા રોડ પર ચાલતા હુક્કાબારને ઝડપી લેવાયું હતું. જેનાં પગલે ઈન્ફોસિટી પોલીસના ડી સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી હતી. ત્યારે ઈન્ફોસિટી પીઆઈ પી. પી. વાઘેલાએ સજાનાં ભાગરૂપે ડી સ્ટાફનું વિસર્જન કરી દેવામાં આવ્યું હતું. અને ડી સ્ટાફના માણસોને જનરલ ડયુટી પર લગાડી દીધા હતા.

શ્રાવણ માસ દરમિયાન ઈન્ફોસિટી પોલીસ મથકની હદમાં એકપણ ગણનાપાત્ર જુગારનો કેસ પ્રકાશમાં આવ્યો નથી. બીજી તરફ ડી સ્ટાફ દ્વારા પણ પોતાની હદ વિસ્તારમાં સઘન કામગીરી કરવાની બાહેધરી આપવામાં આવતા પીઆઈ વાઘેલાએ પુનઃ ડી સ્ટાફને એક્ટિવ કરી દેવામાં આવ્યો છે.

સાતમ આઠમ દરમિયાન ગણનાપાત્ર જુગારનો કેસ નહીં મળી આવ્યા બાબતે પૂછવામાં આવતા પીઆઈ પી પી વાઘેલાએ પણ હસીને આશ્ચર્ય વ્યકત કરીને જણાવ્યું હતું કે શ્રાવણ મહીના દરમિયાન ડી સ્ટાફ સહિતના સ્ટાફને સઘન પેટ્રોલિંગ કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. જેનાં ફળશ્રુતિ આજદિન સુધી જુગારનો ગણનાપાત્ર ગુનો પોલીસ મથકમાં દાખલ થયો નથી.

અન્ય સમાચારો પણ છે...