રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠક અને કોંગ્રેસે 17 બેઠક મેળવતા કોંગ્રેસને મના નેતાની માન્યતા મળશે કે કેમ તે પ્રશ્ન સર્જાયો છે. આવા સંજોગોમાં રાજ્ય સરકારનો વિરોધ પક્ષની માન્યતા અંગેનો ગુજરાત વિધાનસભા(વિોરોધ પક્ષના નેતા)વેતન અને ભથ્થા કાયદો,1979 એવું કહે છે કે,સતાપક્ષ સિવાયના પક્ષમાં સૌથી વધુ ધારાસભ્યોની સંખ્યા ધરાવતા પક્ષને વિરોધ પક્ષની માન્યતા પણ મળે છે અને તેના નેતાને નિયમ મુજબ તમામ સુવિધા પણ આપવી પડે છે.
ઉલ્લેખનીય છે કે, લોકસભામાં વિરોધ પક્ષ તરીકે માન્યતા મેળવવા માટે 10 ટકા બેઠકની જોગવાઇ છે.રાજકીય પાર્ટીના નેતાઓ અને કાર્યકરો એવી દ્વિધામાં છે કે, કોંગ્રેસને વિરોધ પક્ષ તરીકે ગણવો કે નહીં. રાજય સરકારના 1979ના વિરોધ પક્ષના નેતા અંગેના કાયદામાં તે અંગે સ્પષ્ટતા છે.
વિરોધ પક્ષ તરીકેની માન્યતા મળે એટલે કોંગ્રેસના ધારાસભ્યો પોતાના પક્ષનો નેતા નક્કી કરે તેને સરકારી સુવિધા પણ આપવી પડે છે. વિરોધ પક્ષના નેતાને કેબિનેટ કક્ષાના મંત્રીને સમકક્ષ હોદ્દો મળે છે. જેમાં તેમને ગાડી, બંગલો, વિધાનસભામાં ઓફિસ અને 19 વ્યકિતનો સ્ટાફ મળે છે.
1985માં જનતાદળ મુખ્ય વિપક્ષ બન્યો હતો
કોંગ્રેસે 1985માં સ્વ.માધવસિંહ સોલંકીના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન વિધાનસભા ચૂંટણીમાં 149 બેઠક પર વિજય મેળવ્યો હતો. સામે જનતા દળને 14, ભાજપને 11 અને અપક્ષને 8 બેઠક મળી હતી. આ વખતે સૌથી વધુ ધારાસભ્ય ધરાવતી પાર્ટી તરીકે જનતા દળને વિરોધ પક્ષની માન્યતા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.