તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Even After The Result Of Standard 12 Is Declared, The Question Of Entrance Examination Of 'GCAT', One More 'examination' Of The Board Of Education Will Be Taken.

શિક્ષણ વિભાગની કસોટી:ધોરણ 12નું પરિણામ જાહેર થયા બાદ પણ 'GCAT'ની પ્રવેશ પરીક્ષાનો પ્રશ્ન, શિક્ષણ બોર્ડની વધુ એક 'પરીક્ષા' લેવાશે

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો - Divya Bhaskar
ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો
  • ઓફલાઇન ના લઈ શકાય તો ઓનલાઈન પણ પ્રવેશ પરીક્ષા તો લેવી જ જોઈએઃ GTU ના સત્તાધીશોનું મંતવ્ય.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 12માં માસ પ્રમોશન આપી તો દીધું, પણ હવે શિક્ષણ વિભાગની પરીક્ષાઓ ચાલી રહી છે, ખાસ કરીને પરિણામ તો જેમ તેમ કરીને જાહેર થઈ જશે, પરંતુ તે પછી એન્જિનિયરિંગ ના પ્રવેશ માટેની GCATની પરીક્ષા કેવી રીતે લેવી તે પણ મોટો પ્રશ્ન છે.

પરીક્ષા સિવાય બારોબાર પ્રવેશ આપવો અઘરો
રાજયમાં સામાન્યના વિદ્યાર્થીઓને એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે દર વર્ષે GCAT પરીક્ષા યોજાય છે અને આ વર્ષે તો માસ પ્રમોશનના કારણે જો પ્રવેશ પરીક્ષા સિવાય બારોબાર પ્રવેશ આપવો અઘરો છે, જેથી સારી ગુણવતાના વિદ્યાર્થીઓ જો આ કોર્ષમાં આવે તો પ્રવેશ પરીક્ષા લેવી પડે તેવી છે, સામાન્ય રીતે એન્જીનીયરીંગમાં 40 ટકા ઉપરના વિદ્યાર્થીઓને પ્રવેશપાત્ર ગણે છે અને તમામને એડમિશન આપવું એ અભ્યાસની ગુણવતા બગાડવા જેવું હશે.

તમામને એડમિશન આપવું એ અભ્યાસની ગુણવતા બગાડવા જેવું હશે ( ફાઈલ ફોટો)
તમામને એડમિશન આપવું એ અભ્યાસની ગુણવતા બગાડવા જેવું હશે ( ફાઈલ ફોટો)

રાજય સરકાર GCAT અંગે નિર્ણય લઈ શકે
GTUનું માનવું છે કે પ્રવેશ પરીક્ષા હોવી જોઈએ પછી તે ઓનલાઈન હોય કે ઓફલાઈન તે મહત્વનું નથી તો હજુ રાજય સરકારે GCAT અંગે પણ નિર્ણય લેવાનો છે અને જયાં સુધી આ નિર્ણય નહી લેવાય ત્યાં સુધી પ્રવેશ પદ્ધતિ નકકી થઈ શકે તેમ નથી

ગુજરાતમાં ધોરણ 12ની પરીક્ષાઓ રદ કરાઈ
ગુજરાત બોર્ડે પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ પીએમએ લીધેલા નિર્ણયથી ગુજરાત સરકાર કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. CBSEની પરીક્ષા અંગેના નિર્ણય બાદ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે સતત બેઠકો યોજાઈ હતી. અને CBSEની પરીક્ષા રદ થયા બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.12ની પરીક્ષા અંગેની ફેર વિચારણા કરવી કે કેમ તે મામલે સતત મનોમંથન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્યમંત્રી મંડળની બેઠકમાં ગુજરાતમાં પણ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...