તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી કેસ:સે-3માં 2 લાખની ચોરીના સપ્તાહ બાદ પણ પોલીસ દિશાવિહીન

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટૂ વ્હીલરની ડેકી તોડી ચોરી કરી પલાયન થયા હતા
  • CCTVમાં રૂપિયા લઇ જતા શખ્સ સ્પષ્ટ દેખાઈ છે છતાં પોલીસ તેમને પકડવામાં હજી સફળ રહી નથી

શહેરમા રોજબરોજ દેશી દારૂના કેસ કરતી બાહોશ પોલીસ એક સપ્તાહ પહેલા ધોળા દિવસે સેક્ટર-3માં થયેલી ચોરીના કેસમાં દિશાવિહીન જોવા મળી રહી છે. 2 આરોપી સીસીટીવીમાં કેદ થયા હોવા છતાં સેક્ટર-7 પોલીસના હાથ ટૂંકા પડી રહ્યા છે. દેશી દારૂના પીઠા પકડવામાં માહિર પોલીસ ચોરી કેસમાં ફીફા ખાંડી રહી છે.

સેક્ટર 3મા આવેલી સમાજ સેવકની ઓફિસ સામે મુકવામા આવેલા ટુ વ્હીલરમાંથી ધોળા દિવસે 2 ગઠિયા ડેકી તોડી રૂપિયા બે લાખની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. ત્યારબાદ સેક્ટર 7 પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે આરંભે શૂરા જેવી કામગીરી કરી હતી. સીસીટીવીમાંથી ફોટા અને વિડીયો જોયા બાદ હજુ સુધી પોલીસ આરોપીઓને પકડવામા વામણી પુરવાર થઇ રહી છે.

એક તરફ સેક્ટર 7 પોલીસ દરરોજ દેશી દારૂનો 5 લીટરનો મોટો જથ્થો પકડી રહી છે. રોજ સેક્ટર 7 પોલીસ મથક વિસ્તારમાં દેશી દારૂના કેસ આવે છે. બુટલેગર પકડવામાં સુરી પોલીસ હજુ સુધી બે લાખની ચોરી કરનાર આરોપીઓ સુધી નહીં પહોંચતા પોલીસની શુરવીરતાની અનેક જગ્યાએ ચર્ચાઓ થવા લાગી છે.

અન્ય સમાચારો પણ છે...