તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે દસક્રોઈના વહેલાલ ગામમા ઘેર ઘેરથી લોકો હોંશેહોંશે યથાશકિત દાન આપી રહ્યા છે. એક ખેડૂતે 25 હજાર રોકડા આપ્યા તો , સમાજસેવીએ 51 હજારનો ચેક આપ્યો, સરપંચ 11 હજારનો ચેક આપ્યો હતો આ ઉપરાંત સદસ્યો, તાલુકા સદસ્યો, શિક્ષિકાઓ પણ હોંશે હોંશે દાન કરી રહયા છે.દાન આપનારને રસીદ અપાય છે.
વહેલાલમા રામસેવકો ઘેર ઘેર જઈ જય શ્રીરામના નારા સાથે રામ સેતુ બનાવવા નાનકડી ખિસકોલીએ યોગદાન આપ્યુ હતુ તેજ રીતે વર્ષો પછી અયોધ્યામાં મંદિર નિર્માણમાં આપણે રામ ભક્ત સેવક તરીકે યથાશકિત ફાળો આપીએ કહે છે અને રામ ભક્તો ગ્રામજનો હોંશેહોંશે યથા શકિત દાન આપી રહ્યા છે.ગામના કેટલાંક પરિવારમાં પતિ, પિતા કામ પર ગયા છે ઘેર નથી આવે પછી આપીશું કહી દાન આપવા આશ્વાસન આપે છે,
પણ ના પાડતા નથી.તો ઘણા લોકો ઓનલાઇન દાન આપી દીધું છે કહી ઓનલાઇન ચૂકવણીની પ્રુફ બતાવે છે.તો ઘણા એવાપણ કિસ્સા સાંભળવા મળ્યા કે અમારી ઓફીસ , ફેકટરીમાં દરેક પાસેથી દાન ઉઘરાવી લેવાયું છે. વહેલાલ ગામમાં સતત બે દિવસ ચાલેલા રામ સમર્પણ નિધિ અભિયાનમાં ખેડૂતો,પકોડીવાળા, શાકભાજી, કીટલીવળા, સામાન્ય ગ્રામજનો, કરીયાણા દુકાન, મંદિરોમાંથી દાન મળ્યું છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.