માર્ગદર્શન:ઉર્જાની બચત લોકોની આદત તેમજ સ્વભાવ બને: રાજ્યપાલ

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યપાલે ઊર્જા બચતની પહેલ કરી: ઊર્જા બચત અંગેની ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં રાજ્યપાલે માર્ગદર્શન આપ્યું

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઊર્જા બચતની પહેલ કરતા જણાવ્યુ છે કે, ઉર્જાની બચત લોકોની આદત અને સ્વભાવ અને તે દિશામાં કાર્ય કરવાની આવશ્યકતા છે. રાજ્યપાલે રાજભવન ખાતે ઊર્જા બચત સંદર્ભે સંલગ્ન વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં માર્ગદર્શક સૂચનો કરીને પર્યાવરણની રક્ષા અને ઊર્જાના કાર્યક્ષમ ઉપયોગ માટે ઊર્જા બચતની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો. રાજ્યપાલના માર્ગદર્શક સૂચનોને ધ્યાને લઈને રાજ્યમાં બિનજરૂરી વપરાશ અટકાવવા અને ઊર્જા બચત પ્રત્યે લોકજાગૃતિ કેળવવા ઊર્જા વિભાગના અગ્ર સચિવના વડપણ હેઠળ એક કમીટીની રચના કરવામાં આવી છે.

જે કમીટી રાજ્યભરમાં ઊર્જા બચાવવાનું મંથન કરી સંબંધિત કાર્યાલયો-વિભાગોને નિર્દેશ આપશે અને લોકજાગૃતિ કેળવવા માર્ગદર્શન આપશે. રાજ્યપાલે ઉર્જાની બચતને ઉર્જાના ઉત્પાદન સમાન ગણાવી જણાવ્યુ હતુ કે, ઉર્જાના ઉત્પાદનમાં કુદરતી સંપત્તિ એવા કોલસાનો વપરાશ થાય છે. થર્મલ પાવર સ્ટેશન દ્વારા ઉર્જાના ઉત્પાદનને કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે, ત્યારે કુદરતી સંપત્તિની જાળવણી અને પર્યાવરણની રક્ષા માટે ઉર્જાની બચત કરવી આવશ્યક છે.

રાજ્યપાલે ઊર્જા બચત સંદર્ભે પોતાના સ્વાનુભાવને વર્ણવતા જણાવ્યુ હતુ કે, હિમાચલ પ્રદેશમાં રાજ્યપાલ તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ઊર્જા બચત સંદર્ભે રાજભવનમાં જાગૃતિ કેળવી, પ્રેરણા પૂરી પાડી હતી. જેના કારણે એક જ વર્ષમાં વીજળીના બિલમાં રૂ. 9 લાખની બચત થઈ શકી હતી. રાજ્યપાલે આ બેઠકમાં માર્ગદર્શક સૂચન કરતા જણાવ્યુ હતુ કે, સરકારી કચેરીઓમાં કચેરી શરૂ થાય કે તરત જ લાઈટની સ્વીચ ઓન થાય છે અને કચેરી બંધ થાય થાય ત્યારે સ્વીચ ઓફ થાય છે. આ સંદર્ભે બેઠકમાં નક્કી થયા મુજબ એક પરિપત્ર દ્વારા સરકારી કચેરીઓમાં વીજળીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા જણાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...