ગુજરાત હવે સિનેમેટિક ટૂરિઝમનું હબ બનશે:બોલિવૂડ, ટીવી, OTTના નિર્માતાઓ માટે ગુજરાત બનશે હોટફેવરિટ, અજય દેવગણની હાજરીમાં સિનેમેટિક પોલિસીની જાહેરાત થશે

ગાંધીગનર23 દિવસ પહેલા

ગુજરાતમાં સિનેમા મેકિંગ પ્રવૃત્તિને વેગ મળે અને પ્રવાસન પણ વધે તે આશયથી રાજ્ય સરકાર ટૂરિઝમ પોલિસી લાવી રહી છે. ગુજરાતની સિનેમેટિક ટુરિઝમ પોલિસીમાં રાજ્યની જનતા માટે આર્થિક તકો ઊભી કરવામાં અને પ્રાદેશિક, બોલિવૂડ, હોલિવૂડ, ટીવી અને ઓટીટી ઉદ્યોગ સહિતના ફિલ્મ નિર્માતાઓ માટે ગુજરાતને પસંદગીનું પ્રવાસન સ્થળ બનાવવામાં યોગદાન આપશે. સિનેમેટિક પોલિસીમાં ફિલ્મ-ડોક્યુમેન્ટરી મેકિંગ, ટીવી- વેબ સીરિઝ, મેગા ફિલ્મ, ફિલ્મ સ્ટુડિયા જેવી પ્રોજેક્ટના અમલ માટે પ્રોત્સાહન આપવામાં આવશે. આ પોલિસી સિનેમેટિક પ્રવૃત્તિઓ માટે આકર્ષક પ્રોત્સાહનો આપવાને પગલે રાજ્યમાં સિનેમેટિક ટુરિઝમમાં રોજગારીની નવી તકો ઊભી કરશે, તેમ રાજ્યના પ્રવાસન વિભાગે જણાવ્યું છે. પોલિસીની જાહેરાત દરમિયાન ફિલ્મ કલાકાર અજય દેવગણ ખાસ હાજરી આપશે.

ફિલ્મ નિર્માતાઓ માટે ગુજરાત પસંદગીનું સ્થળ
રાજ્યની સૌપ્રથમ ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી 2022-2027’એ ફિલ્મો દ્વારા પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને ગુજરાતનાં પ્રવાસન સ્થળોને એક્સપ્લોર કરવા માટે ફિલ્મ નિર્માતાઓને આકર્ષવા તરફ રાજ્ય દ્વારા લેવાયેલું એક મુખ્ય પગલું છે. આ યોજના સિનેમેટિક પ્રવૃત્તિઓ માટે આકર્ષક પ્રોત્સાહનો આપે છે જે સિનેમેટિક ટુરિઝમમાં રોજગારીની નવી તકો ઊભી કરશે. આ પોલિસી રાજ્યની જનતા માટે આર્થિક તકો ઊભી કરવામાં અને પ્રાદેશિક, બોલિવુડ, હોલિવુડ, ટીવી અને ઓટીટી ઉદ્યોગ સહિતના ફિલ્મ નિર્માતાઓ માટે ગુજરાતને પસંદગીનું પ્રવાસન સ્થળ બનાવવામાં યોગદાન આપશે.

મેકર્સને વિવિધ સુવિધાઓ અપાશે
રાજ્યમાં ફિલ્મ મેકર્સને આવકારવા માટે આ પોલિસી ફિલ્મ મેકર્સને વિવિધ સુવિધાઓ આપવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે, જેમ કે, રાજ્યમાં સર્વિસ પ્રોવાઇડરોનું લિસ્ટિંગ કરશે, TCGL (ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ.)ની હોટલોમાં રહેવા માટે ડિસ્કાઉન્ટ ઓફર કરવું અને અન્ય એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ પ્રદાન કરશે, એકોમોડેશન (આવાસની સુવિધા), બુકિંગ માટે સહયોગ, TCGLની પ્રોપર્ટીમાં રહેવા માટે ડિસ્કાઉન્ટ, ફિલ્મના નિર્માણ માટે સિક્યોરિટી પ્રદાન કરવી, આંતરરાષ્ટ્રીય ફિલ્મમેકર્સ સાથે લાયઝનિંગ, જાણીતા ટ્રાન્સપોર્ટેશન સર્વિસ પ્રોવાઇડરો સાથે જોડાણ, રાજ્યના સપ્લાયર્સ અને સર્વિસ પ્રોવાઇડરોનું લિસ્ટિંગ અને ફીડબેક સિસ્ટમ મારફતે સતત એન્ગેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

લગાન ફિલ્મનું શૂટિંગ અહીંયા થયું હતું
લગાન ફિલ્મનું શૂટિંગ અહીંયા થયું હતું

મોટા બજેટની ફિલ્મોનું શૂટિંગ ગુજરાતમાં થયું
પ્રવાસન વિભાગને ઉદ્યોગનો દરજ્જો આપી વર્ષ 2015માં સૌ પ્રથમવાર પ્રવાસન પોલિસીની જાહેરાત કરી હતી. ત્યારબાદ હોમ સ્ટે પોલિસી અને હેરિટેજ પોલિસી પણ રાજ્ય સરકારે જાહેર કરી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી-2022-2027’ જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં પહાડીઓથી માંડીને દરિયાકિનારા સુધીનાં આકર્ષક સ્થળો, ધોળાવીરા જેવાં ઐતિહાસિક સ્થળોથી લઇને મોડર્ન ગિફ્ટ સિટી, હેરિટેજ બિલ્ડિંગોથી લઇને આધુનિક બસ સ્ટેશન્સ અને બંદરો તેમજ કચ્છના સફેદ રણથી લઇને ગીરનાં જંગલો અને કેટલાંય અન્ય પ્રવાસન આકર્ષણો રહેલાં છે. આ બધાં પ્રવાસન આકર્ષણો તમામ મુલાકાતીઓને અનન્ય અને યાદગાર પ્રવાસનો અનુભવ પ્રદાન કરે છે, જે પ્રવાસન દ્રષ્ટિકોણથી ગુજરાતને સૌથી વધુ ઇચ્છનીય સ્થળ બનાવવામાં મદદરૂપ છે. ગુજરાત હંમેશાં ફિલ્મના શૂટિંગ માટે ફિલ્મમેકર્સની પ્રાયોરિટી લિસ્ટમાં રહ્યું છે. પ્રવાસન સ્થળોનું વૈવિધ્ય, ઉચ્ચ સ્તરની આવાસીય અને અન્ય સુવિધાઓ, સુવિકસિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બહેતર કનેક્ટિવિટી અને ટ્રાન્સપોર્ટેશન સાથે સરકારનો સહયોગ એ ગુજરાતને શૂટિંગ હબ તરીકે પસંદ કરવા માટેનાં મુખ્ય કારણો છે. 'રામલીલા', ‘કાઈપો છે', 'પીકુ', 'ડી-ડે', '2 સ્ટેટ્સ', 'મોહેંજો-દરો' અને 'લગાન'થી માંડીને ઓસ્કાર-નોમિનેટેડ ફિલ્મો સહિત ઘણી જાણીતી અને મોટા બજેટની ફિલ્મોનું શૂટિંગ ગુજરાતમાં થયું હતું.

રઇસ ફિલ્મના શૂટિંગની તસવીર
રઇસ ફિલ્મના શૂટિંગની તસવીર

તમામ પ્રક્રિયાઓ ઓનલાઇન વેબ પોર્ટલ દ્વારા ડિજિટાઇઝ કરાઇ
ગુજરાતના પ્રવાસન વિભાગે રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ અને ડિજિટાઈઝેશન માટે વિવિધ પહેલ હાથ ધરી છે. જેમ કે હેરિટેજ પ્રોપર્ટીના વિકાસ અને પ્રવાસનના સર્વાંગી વિકાસમાં ખાનગી રોકાણોને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ વાર હેરિટેજ પ્રવાસન નીતિ 2020-25 અને નવી પ્રવાસન નીતિ 2021-25ની જાહેરાત કરી છે. હવે તમામ પ્રક્રિયાઓ ઓનલાઇન વેબ પોર્ટલ દ્વારા ડિજિિટાઇઝ કરવામાં આવી છે, જેના કારણે માનવ હસ્તક્ષેપ ઓછો થઈ ગયો છે. આ નીતિઓનો ઉદ્દેશ વિશ્વભરમાંથી ગુજરાત આવતા પ્રવાસીઓને અનન્ય પ્રવાસન અનુભવ પ્રદાન કરવાનો છે.

સિંઘમ રિટનર્સ ફિલ્મના શૂટિંગની તસવીર
સિંઘમ રિટનર્સ ફિલ્મના શૂટિંગની તસવીર

નવી સિનેમેટિક ટુરિઝમ પોલિસી
તાજેતરમાં, રાજ્યના પ્રવાસન વિભાગે ફિલ્મ ઉદ્યોગ જગતમાં ગુજરાતને પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરવા માટે તેમજ સ્થાનિક ફિલ્મ ઉદ્યોગના વિકાસ માટે નવી ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી 2022-2027’ ઘડી છે. વિગતવાર ચર્ચા- વિચારણા અને પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ મુખ્ય હિતધારકો સાથે પરામર્શ કર્યા પછી આ પોલિસીનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાનો હેતુ ફિલ્મ શૂટિંગ માટે ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો છે. સાથે જ આ પોલિસી રાજ્યમાં ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડક્શન-સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર મૂકે છે.

બાલારામ પેલેસ પાલનપુર, અહીંયા સૂર્યવંશમનું શૂટિંગ થયું હતું.
બાલારામ પેલેસ પાલનપુર, અહીંયા સૂર્યવંશમનું શૂટિંગ થયું હતું.
અન્ય સમાચારો પણ છે...