તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્તદાન:સિવિલમાં શ્રમિક દર્દીને રક્તદાન કરી ફરજ પર પરત ફરતા 108 ના EMT

વહેલાલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિવિલ પાસે લાઈનમાં વેઈટીંગમા ઉભેલા 108 EMT ને ગ્રુપમાં મેસેજ મળ્યો હતો
  • તાત્કાલિક લોહીની જરૂર છે તેવો મેસેજ મળતા ચાલુ ફરજમાં ઉપરીને ફોન કરી વૈકલ્પિક વ્યવસ્થા કરી 30મી વખત જરૂરિયાતમંદને રક્તદાન કર્યુ

આમ તો 108 ના કર્મીઓની ડ્યુટી દર્દીઓને હોસ્પિટલ લઈ જવાની હોય છે.તો ઘણા ઉદાહરણો પ્રમાણિકતાના જોવા મળે છે પરંતુ દર્દી માટે ચાલુ ડ્યુટીએ લોહીના સબંધ ના હોય તેમ છતાં દર્દીને જરૂર પડે તો લોહી આપતા ઉદાહરણો જવલ્લેજ જોવા મળે છે.એવુંજ ઉદાહરણ કોરોના મહામારી વચ્ચે જોવા મળ્યું જેમાં 108 EMT ચાલુ ડ્યુટીએ ડ્યુટી પર વૈકલ્પિક વ્યવસ્થા કરી દર્દીને લોહી આપવા સિવિલ પહોંચી જઈને ફરજ પર પરત આવી ગયા હતા.

રાજ્યમાં કોરોનાની મહામારીને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.મહામારીમાં હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે.આ બધાની અછત સાથે હવે બ્લડની પણ અછત સર્જાઈ છે. બ્લડ બેંકો રક્તદાન માટે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. આવા સંજોગોમાં 108 ના કર્મીઓ રક્તદાન કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ દસક્રોઈ કઠવાડા કોલ સેન્ટરમાંથી પ્રાપ્ત માહિતી મુજબ 108 ના EMT વિશાલભાઈ પડસાલાએ સિવિલમાં શ્રમિકને લોહીની જરૂર ઉભી થતા ક્યાંય મળ્યું નહિ.

આથી ગ્રુપ મેસેજને આધારે દર્દીને લોહી આપવા સિવિલ હોસ્પિટલ બહાર લાઈનમાં ઉભેલી પોતાની 108 વાનની ફરજ પર વૈકલ્પિક વ્યવસ્થા કરી રક્તદાન કરવા પહોંચી જઈ રક્તદાન કર્યુ હતુ. EMT વિશાલ લાલજીભાઈ પડસાલા 108 મા દર્દીને વાનમાં રાખી સિવિલ બહાર લાઈનમાં હતા.દરમિયાન સિવિલમાં દાખલ દર્દીને લોહીની જરૂર ઉભી થઇ.વર્તમાનમાં લોહીની અછત ને લઈ દર્દીને બચાવવા લોહી મેળવવા 108 વોટ્સએપ ગ્રુપમાં પણ મેસેજ મુકવામાં આવ્યો હતો.

આ મેસેજ સિવિલ બહાર 108 વાનમાં દર્દી સાથે બેઠેલા વિશાલભાઈ પડસાલાએ વાંચ્યો. તેઓનું હૃદય દ્રવી ઉઠ્યું પરંતુ તેઓને મજબૂરી નડતી હતી કે તેઓ 108 સાથે ડ્યુટી પર કોરોના દર્દીને લઈ સિવિલ પાસે લાઈનમાં ઉભા હતા.તેઓએ તેઓના ઉપરીને કોલ કરી લોહી આપવાની ઈચ્છા વ્યક્ત કરી પોતાની ડ્યુટી પર વૈક્લિપક વ્યવસ્થા કરવા જણાવ્યું.ઉપરીએ તુરંત તેઓની જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરી વિશાલભાઈ ને રક્તદાન કરવા જઈ શકે તેવી વ્યવસ્થા કરતા વિશાલભાઈ રક્તદાન કરી તુરત ફરજ પર પરત ફર્યા.

અન્ય સમાચારો પણ છે...