ચીમકી:LICના IPO વેચાણ વિરોધમાં કર્મચારીઓ 2 કલાક હડતાલ પાડશે

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એલઆઇસી એમ્પ્લોઇઝ યુનિયને ચીમકી ઉચ્ચારી
  • 4થી મેએ હડતાલ પાડી સૂત્રોચાર કરશે, રાષ્ટ્રની અમૂલ્ય સંપત્તિઓને સસ્તા ભાવે વેચવાના પ્રયાસનો આક્ષેપ

કેન્દ્ર સરકાર દ્વારા એલઆઇસીના આઇપીઓ આગામી તારીખ 4થી મેના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. આથી આ દિવસે તેના વિરોધમાં એલઆઇસીના કર્મચારીઓ બે કલાકની વોકઆઉટ હડતાલ ઉપર ઉતરીને ધરણાં કરીને સૂત્રોચાર કરશે તેમ એલઆઇસી એમ્પ્લોઇઝ યુનિયને ચીમકી ઉચ્ચારી છે.

એલઆઇસીની પ્રારંભિક જાહેર ઓફરની જાહેરાત આગામી તારીખ 4થી, મેના રોજ કરવામાં આવશે. આ દિવસે એલઆઇસીના કર્મચારીઓ વિરોધ કરશે. એલઆઇસી એમ્પ્લોઇઝ યુનિયનના સેક્રેટરી દિશાંત પટેલે જણાવ્યું છે કે રાજકોષીય ખાધને પહોંચી વળવા માટે કેટલાક સંશાધનો એકત્ર કરવા માટે એલઆઇસીના શેર વેચવાની સરકારની નિરાશા સ્પષ્ટ છે.

સરકારે એલઆઇસીનું મૂલ્યાંકન રૂપિયા 15 લાખ કરોડના અગાઉના અંદાજોથી ઘટાડીને રૂપિયા 6 લાખ કરોડ કર્યું છે. કર્મચારીઓના પરસેવા અને પરિશ્રમ તથા વીમાધારક જનતાના સમર્થનથી બનેલી રાષ્ટ્રની અમૂલ્ય સંપત્તિઓને સસ્તા ભાવે વેચવાનો નિર્દોષ પ્રયાસ છે.

આઇપીઓ એલઆઇસીના ખાનગીકરણનું પ્રથમ પગલું છે. આઇપીઓએ એલઆઇસીના પાયાના ઉદ્દેશોને નબળા પાડશે. જોકે એલઆઇસીના છેલ્લા 65 વર્ષો દરમિયાન અર્થતંત્ર અને રાષ્ટ્રીય વિકાસનો અવિભાજ્ય અંગ છે.

એલઆઇસી પાસે રૂપિયા 39 લાખ કરોડની સંપત્તિ વ્યવસ્થાપન હેઠળ છે. વધુમાં એલઆઇસીએ અર્થતંત્રમાં રૂપિયા 36 લાખ કરોડનું રોકાણ કર્યું છે. જેમાં મોટાભાગનું રોકાણ સરકારી સિક્યોરીટીઝ, ઇન્ફાસ્ટ્રકચર પ્રોજેક્ટસ અને સામાજિક યોજનાઓમાં હોવાનું એલઆઇસી કર્મચારી યુનિયને જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...