તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:મોડેથી પગાર થતાં પેથાપુર પાલિકાના કર્મીઓ મુશ્કેલીમાં

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રજૂઆતો આવતા અધિકારીઓએ એજન્સીને તતળાવી
  • કર્મચારીઓનો રોષ અને કોર્પોરેશનના અધિકારીઓના આદેશને પગલે એજન્સી દ્વારા 15 જૂને પગાર કર્યો હતો

ગાંધીનગર મનપા વિસ્તારમાં સમાવાયેલા પેથાપુર નગરપાલિકાના કર્મચારીઓને કોર્પોરેશનમાં સમાવવાની માંગ ઊભી છે ત્યારે જૂનનો અડધો મહિનો થયો ત્યાં સુધી તેઓને પગારથી વંચિત રહેવું પડ્યું હતુ. કર્મચારીઓનો રોષ અને કોર્પોરેશનના અધિકારીઓના આદેશને પગલે એજન્સી દ્વારા 15 જૂન કર્મચારીઓના પગાર કર્યો હતો. મનપામાં સમાવાયેલ પેથાપુર પાલિકા અને 18 ગ્રામપંચાયતના કર્મચારીઓને કોર્પોરેશનમાં સમાવી લેવાયા છે. જોકે કર્મચારીઓને જે સેવા શરતે ફરજ બજાવતા હતા તે જ સેવા શરતે લેવાની વાતો વચ્ચે કર્મચારીઓને આઉટસોર્સિંગમાં મુકી દેવાયા છે.

એજન્સી દ્વારા ઘણા કર્મચારીઓને પગારમાં કાપ મુકવામાં આવતો હોવાના આક્ષેપો વચ્ચે આ મહિને કર્મચારીઓને પગાર થયો ન હતો. ઘરની જવાબદારીથી લઈને લોન સહિતના વિવિધ હપ્તાઓ ભરતાં અનેક કર્મચારી પગાર ન થતાં મુશ્કેલીમાં મુકાયા હતા. જે અંગે કર્મચારીઓમાં રોષની લાગણી જોવા મળી હતી. ત્યારે સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સમગ્ર બાબત કોર્પોરેશનના અધિકારીઓને ધ્યાને મુકવામાં આવી હતી.

જેમાં અધિકારી દ્વારા એજન્સીને તતળાવી તાત્કાલિક ધોરણે પગાર કરી દેવા કહેવાયું હતું. જેને પગલે કર્મચારીઓને મોડે-મોડે 15 જૂને પગાર થયો હતો, જોકે મોડા પગાર થતા અનેક કર્મચારીઓને ઉધારી કરીને ગુજરાન ચલાવતા હોવાનું પણ જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...