રોષ:એસ ટીમાં ભરતીના અભાવે કર્મચારીઓ વતનના લાભથી વંચિત

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 8 વર્ષથી એક જ જગ્યાએ ફરજ હોવાથી કર્મીમાં રોષ

છેલ્લા સાતેક વર્ષથી એસ ટી નિગમમાં મીકેનીક સાઇડમાં ભરતી કરવામાં આવી નથી. જેને પરિણામે વતનમાં બદલીની માંગણી કરી હોવા છતાં કર્મચારીઓની બદલીઓ નહી થતાં રોષ ઉઠવા પામ્યો છે. ત્યારે મીકેનીક સાઇડમાં ફરજ બજાવતા કર્મચારીઓને વતનમાં બદલીનો લાભ આપવાની માંગણી સાથે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશને નિગમમાં લેખિત રજુઆત કરી છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અલગ અલગ વિભાગોમાં કર્મચારીઓની ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવી છે. પરંતુ છેલ્લા સાતેક વર્ષથી મિકેનીક સાઇડમાં ભરતી કરવામાં આવી નથી. આથી મિકેનીક સાઇડમાં ફરજ બજાવતા કર્મચારીઓને વતનમાં કે તેની નજીક નોકરી કરવાની ઇચ્છા અધુરી રહેવા પામતા કર્મચારીઓમાં રોષ ઉઠવા પામ્યો છે.

જોકે એસ ટી નિગમ દ્વારા ડ્રાઇવર અને કંડક્ટરોને પોતાના વતનમાં કે તેની નજીકના ડેપોમાં નોકરી કરવા માટે લેખિત અરજીના આધારે બદલીઓ કરવામાં આવી છે. ત્યારે મિકેનીક સાઇડના કર્મચારીઓને જ વતનમાં બદલીનો લાભ આપવામાં આવતો નહી હોવાનો આક્ષેપ કર્મચારીઓમાં ઉઠ્યો છે. મિકેનિક સાઇડમાં ભરતી કરવામાં આવે તેવી માંગ કર્મચારીઓમી ઉઠી છે.

એસ ટી અને સરકાર દ્વારા મિકેનીક સાઇડમાં ભરતી કર્યા પહેલાં કર્મચારીઓની માંગણીઓના આધારે વતનના ડેપોમાં ફરજ સોંપવામાં આવે તેવી માંગણી ં ઉઠી છે. જોકે એસ ટી નિગમે ડ્રાઇવર અને કંડક્ટરોની ભરતીવાળા જે તે ખાલી જગ્યાએ પોસ્ટીંગ જે તે વિભાગમાં આપ્યું નવી ભરતીના હુકમો કર્યા છે. વહિવટી પ્રણાલીકા મુજબ અગાઉની ભરતીવાળા તેમના વતનમાં અને હાલની ભરતીવાળાને જગ્યાએ મુકવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...