કાર્યક્રમ:જૂની પેન્શન યોજના લાગુ કરવા કર્મચારી અધિકાર સંપર્ક અભિયાન કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની ટીમ દરેક જિલ્લાનો પ્રવાસ કરશે
  • ​​​​​​​યોજના લાગુ કરવા સાથે 7મા પગારપંચના ભથ્થા તેમજ અન્ય લાભો અપાતા નથી

જુની પેન્શન યોજના લાગુ કરવાને લઇને કર્મચારીઓ લડાયક મુડમાં આવી ગયા છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યભરના તમામ જિલ્લાઓનો પ્રવાસ કરીને કર્મચારીઓને જુની પેન્શન યોજના અંગે જાણકારી આપીને લડતમાં સહયોગ લઇને લડતને આક્રમણ બનાવવાની શક્યતા હોય તેમ લાગી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. જોકે નવી પેન્શન યોજનાથી કર્મચારીઓને નિવૃત્તિ અવસ્થામાં આર્થિક રીતે માર પડી રહ્યો છે.

ત્યારે નવી પેન્શન રદ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ આગામી સમયમાં લડતને વેગવંતુ બનાવશે. દેશના રાજ્યોએ નવી પેન્શન યોજના રદ કરીને જુની પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. તેમાં રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોના કર્મચારીઓને જુની પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. જ્યારે ગુજરાત રાજ્યના કર્મચારીઓને જૂની પેન્શનની અમલવારી માટે લડત આંદોલન ચલાવી રહ્યા છે.

કર્મચારીઓની જૂની પેન્શન યોજના લાગુ કરવાની સાથે સાથે સાતમા પગારપંચના ભથ્થા તેમજ અન્ય લાભો આપવામાં પણ આવતા નથી. આથી કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલને લઇને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આગામી તારીખ 17મી, જૂન સુધી કર્મચારી અધિકાર સંપર્ક અભિયાન કાર્યક્રમ ચલાવવામાં આવશે. જેેના માટે એક કમિટીની રચના કરીને રાજ્યભરના તમામ જિલ્લાઓમાં જઇને સ્થાનિક કર્મચારીઓના પ્રશ્નો સાંભળવામાં આવશે.

આ ઉપરાંત જુની પેન્શન યોજના કેમ લાગુ કરવી તેની જાણકારી આપવામાં આવશે. કર્મચારી અધિકાર સંપર્ક અભિયાનનો પ્રારંભ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ આદ્યશક્તિ માં અંબાજીના દર્શન કરીને પ્રારંભ કરવામાં આવશે. તેના માટે ખાસ કાર્યક્રમ તૈયાર કરીને તે મુજબ જિલ્લાઓમાં જઇને કર્મચારીઓને મળીને જુની પેન્શન યોજના લાગુ કરવી, ફિક્સ પગારી ભરતી રદ કરીને કાયમી ભરતી કરવી. ઉપરાંત અન્ય પ્રશ્નોના ઉકેલ માટે ચલાવવામાં આવી રહેલા લડત આંદોલનની પણ જાણકારી આપીને તેમાં સહયોગ આપવા માટે અપીલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...