તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલ બેહાલ:કોલવડામાં ઉભરાતી ગટરો અને રસ્તા પર વહેતાં પાણીથી ગ્રામજનો ત્રસ્ત, રોગચાળો ફેલાવાનો ભય

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોલવડાની દરબાર ભાગોળથી રૂપાલ જતા રસ્તા પર ગટર ઉભરાતા વહેતા પાણીની સમસ્યાથી લોકોને હાલાંકી - Divya Bhaskar
કોલવડાની દરબાર ભાગોળથી રૂપાલ જતા રસ્તા પર ગટર ઉભરાતા વહેતા પાણીની સમસ્યાથી લોકોને હાલાંકી
  • અમિત શાહની મુલાકાતના અઠવાડિયામાં જ ગામના હાલ બેહાલ બનવા પામ્યાં

ગાંધીનગર કોર્પોરેશનમાં નવા સમાવાયેલા કોલવડા ગામની પ્રાથમિક સુવિધા માટે પણ નાગરિકોને વલખા મારવા પડે છે. અહીં કોલવડા ગામની દરબાર ભાગોળથી રૂપાલ જતા રસ્તા પર ગટરના પાણી વહેતાં થવાની સમસ્યા લાંબા સમયથી છે. જેમાં ટેમ્પરરી ઉકેલ આવ્યા બાદ સ્થિતિ જૈસે થે થઈ જાય છે. કોલવડાના આ રસ્તેથી સોનીપુર, સરઢવ, રૂપાલ અને રાંધેજા તરફ અવર-જવર કરતાં હજારો લોકો પસાર થાય છે. કોર્પોરેશન વહીવટી તંત્ર ઉપેક્ષાથી અવર જવર કરતાં હજારો લોકોને ગટરનાં પાણીમાંથી નિકળવું પડે છે.

કોલવડા ગ્રામ પંચાયત પાસેથી વહીવટ લીધા પછી ગાંધીનગર કોર્પોરેશન પુરતા પ્રેશરથી પાણી નહીં મળતું હોવાની, ગટર ઉભરાવવાની, અવાર નવાર વીજ પુરવઠો બંધ થવાની રાવ ઊઠે છે. તાજેતરમાં 21 જૂને કેન્દ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગરનાં સાંસદ અમિતભાઈ શાહે કોલવડાની મુલાકાત લીધી હતી. ત્યારે એમને કોલવડા ગામને અર્બન વિલેજ બનાવવા વહીવટી અધિકારીઓને સુચન કર્યું હોવાનું કહેવાય છે. ત્યારે એમની મુલાકાતને હજી અઠવાડીયું પણ થયું નથી ને ગામની આ હાલત છે. અમિત શાહની મુલાકાત સમયે વરસાદી માહોલ હોવાથી ઉભરાતી ગટરો અને રસ્તા પર વહેલાં પાણીની સમસ્યાઓ ઢંકાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...