હોળી અને ધુળેટી પર્વ દરમિયા ઇમરજન્સી સેવા 108 સામાન્ય દિવસો કરતા વધારે દોડશે તેવો અંદાજો ઇમરજન્સી સેવા 108એ વ્યક્ત કર્યો છે. બે દિવસમાં 11 ટકા વધારે પડી જવાના, મારામારી, દાઝી જવાના સહિતના કેસો નોંધાવાની શક્યતા ઇમરજન્સી સેવા 108એ વ્યક્ત કરી છે.
લોકોને ઇમરજન્સી આરોગ્ય સેવાનો લાભ મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ઇમરજન્સી 108 દોડાવવામાં આવે છે. ત્યારે સામાન્ય દિવસોની સરખામણીએ તહેવારોમાં ઇમરજન્સી સેવાનો લાભ લોકો વધારે લેતા હોય છે. આથી પર્વોમાં પણ ઇમરજન્સી સેવા સતત દોડતી રહેશે. ઇમરજન્સી સેવા 108ના સંચાલકોએ વ્યક્ત કરેલા અંદાજા મુજબ સામાન્ય દિવસોની સરખામણીએ જિલ્લામાં ઇમરજન્સી સેવાનો લાભ લેવાનું પ્રમાણ 11.11 ટકા જેટલું વધારે રહેશે. તેમાં મારામારી, પડી જવાના વાહનથી કે હોળી રમતા લપસી પડવા સહિતના કિસ્સાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે પ્રાણીઓથી ઇજાઓના કેસોમાં ઘટાડો નોંધાવાની શક્યતા વ્યક્ત કરી છે. હોળી અને ધુળેટી રંગોનો પર્વ હોવાથી કેમિકલ યુક્ત રંગોથી ત્વચા ઉપર દાઝી જવાના કિસ્સાઓમાં વધારો થશે.
ઉપરાંત હોળી રમવાના બહાને છેડતીના કિસ્સાઓમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આથી ઇમરજન્સી સેવા 108 તહેવારોના બે દિવસ લોકોની આરોગ્ય સેવા માટે સતત દોડતી રહેશે તેમ લાગી રહ્યું છે. જોકે કચડી જવાના, પ્રાણીઓથી ઇજાઓ, ઘાતક હથિયારથી ઇજાઓ, કરંટ લાગવાના સહિતના કિસ્સાઓમાં ઘટાડો થવાની આશા વ્યક્ત ઇમરજન્સી સેવા 108 દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હોળી ધૂળેટીના પર્વમાં 108ની સેવા નાગરિકોને વધુ મળી રહે તે માટે તેની સેવામાં વધારો કરવામાં આવ્યો છે. જેથી 108ની એમ્બ્યુલન્સ સતત દોડતી રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.