તસ્કરી:સિવિલ હોસ્પિટલમાંથી 15 દિવસમાં બીજી વાર ફાયરની 11 નોઝલ ચોરાઈ, અગાઉ 26 જુલાઈએ નોઝલની ચોરી થવાનું ખૂલ્યું હતું

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ફાયર સિસ્ટમ ચલાવવા માટે 3 શિફ્ટમાં 3 કર્મચારી તૈનાત કરાયા છે, છતાં ફાયર અધિકારીને છેક હવે ચોરીની જાણ થઈ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આકસ્મિક સમયમા આગ લાગે તેવી સ્થિતિમા ફાયર સિસ્ટમ નાખવામા આવી છે. ત્યારે ફાયર સિસ્ટમમા ઉપયોગમા લેવામા આવતી નોઝલ પિત્તળની હોવાના કારણે વધારે કિંમતની હોય છે. ત્યારે ઇન્ડોર બિલ્ડીંગમા લગાવેલી સિસ્ટમમાથી 11 નોઝલની ચોરી થઇ છે. ગાંધીનગર સિવિલ કેમ્પસમાં વાહન ચોરી તો થાય છે જ. ત્યારે હવે સિવિલની બિલ્ડીંગમાં પણ ચોરી થવા પામી છે. ઇન્ડોર બિલ્ડીંગમા આગના બનાવ સમયે તેની ઉપર કંટ્રોલ મેળવવા ઇન્ડોર બિલ્ડીંગના તમામ માળ ઉપર સિસ્ટમ લગાવાઇ છે.

હવે આ સિસ્ટમમા આવતી 11 નોઝલની ચોરી થવા પામી છે. ફાયર સિસ્ટમ ચલાવવા માટે ત્રણેય શિફ્ટમા ત્રણ કર્મચારી મુકવામા આવ્યા છે, તેમ છતા તંત્રના અધિકારી અને કર્મચારીને આજે સોમવારે ચોરીની ખબર પડી હતી.સિવિલમા લગાવેલા સીસીટીવી બંધ હાલતમાં છે, જેને ચાલુ કરવામા તંત્રને કોઇ રસ નથી. ઉપરાંત છેલ્લે 26 તારીખે ફાયરના કર્મચારીઓએ પોતાની ફરજ સમજી તપાસ કરી હતી, ત્યારબાદ કોઇ જ પ્રકારની તપાસ કરાઈ નથી. જ્યારે ઇન્ડોર બિલ્ડિંગમા 101, 102 વોર્ડ બંધ જ રહે છે, જ્યારે તેની ચાવી એસઆઇ અને આસિસ્ટન્ટ આરએમઓ પાસે હોય છે.

જ્યારે વોર્ડ 4 અને 5 પણ બંધ હાલતમાં છે. તેવી સ્થિતિમાં વોર્ડ 5 અને 7ના માળનો કાચ તોડી અજાણ્યો ચોર ચોરી કરી પલાયન થઇ ગયો છે. ઇન્ડોર બિલ્ડીંગમા 11 નોઝલ આશરે કિંમત 55 હજારની ચોરી થવા પામી છે. જ્યારે અગાઉ પણ ફાયર સિસ્ટમમા નોઝલની ચોરી થવા પામી હતી. ઉલ્લેખનિય છેકે, તમામ નોઝલ બિલ્ડીંગના અંદરના ભાગેથી ચોરાઇ છે.

જ્યાં સતત તબીબ સહિત નર્સિંગ સ્ટાફની અવર જવર હોય છે. તે ઉપરાંત ગત 26મીથી આજદીન સુધી જેને ફાયરની જવાબદારી સોંપવામા આવી છે, તે કર્મચારીઓ દ્વારા પણ પોતાની ફરજમા બેદરકારી દાખવવામા આવી છે. જોકે, ચોરી બાદ પોલીસ ફરિયાદ હજુ સુધી કરાઈ નથી, પરંતુ વિચારણા કરાઈ આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...