વિધાનસભાની ચૂંટણી:ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રાજ્યમાં પહેલી નવેમ્બરે ચૂંટણી જાહેર થઈ શકે, મતદાનના બે કે ત્રણ દિવસમાં પરિણામ, બીજા સપ્તાહમાં નવી સરકાર રચાશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલી નવેમ્બરે જાહેર થવાની વકી છે. ગુજરાત સરકારના વિવિધ કાર્યક્રમો છેક 31 ઓક્ટોબર સુધી ગોઠવાયેલા હોવાથી ચૂંટણી તે પછી જ જાહેર થશે તેવું સરકારનાં સૂત્રો જણાાવે છે. આ ઉપરાંત ગુજરાતની ચૂંટણી છેલ્લા કેટલાક સમયથી બે તબક્કામાં યોજાતી હતી તેને સ્થાને માત્ર એક જ તબક્કામાં ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં થઈ જાય અને પરિણામ જાહેર થઈ જાય તેવી સંભાવના છે.

રાજ્ય સરકારનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર, ગુજરાત સરકાર આ મહિના દરમિયાન મોટા જાહેર કાર્યક્રમો યોજવા જઈ રહી છે. દિવાળીના તહેવારોના એક અંતરાલ બાદ સરકાર નવેમ્બરના અંતિમ સપ્તાહમાં વડાપ્રધાનના પ્રવાસ સહિતના લોકાર્પણ કાર્યક્રમો કરી રહી છે.

31મી ઓક્ટોબરે સરદાર જયંતી નિમિત્તે પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પટાંગણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં એક મોટો જાહેર કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આચારસંહિતા લાગુ થઈ જાય તો આ કાર્યક્રમો જાહેરને બદલે રાજકીય રીતે કરવા પડે તે સ્થિતિનું નિર્માણ ન થાય તે જોતાં આ શક્ય છે.

સૂત્રો જણાવે છે કે આવાં જાહેર કાર્યક્રમોમાં સરકારી સંસાધનોનો અને વહીવટી તંત્રનો સીધો સહયોગ લેવાતો હોય છે. ચૂંટણી જાહેર થાય તો સરકારી તંત્ર આચારસંહિતાના અમલ કરાવવા સિવાય અન્ય કોઈ કામગીરી બજાવી શકે નહીં.

એક તબક્કામાં ચૂંટણી પાછળ એવો તર્ક રજૂ કરાી રહ્યો છે કે ગુજરાતમાં પ્રમાણમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રહે છે અને કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો સર્જાતાં નથી. આથી એક જ તબક્કામાં મતદાન પૂર્ણ થઈને બે કે ત્રણ દિવસ બાદ પરિણામો જાહેર કરવામાં આવશે. જ્યારે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં નવી સરકારનું ગઠન પણ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...