ગામડાંઓમાં લોકશાહી પર્વ:ગુજરાતના 10879 ગામોમાંથી 2731 ગ્રામ પંચાયતોની ચૂંટણી માત્ર આ 5 જિલ્લામાં, સૌથી વધુ બનાસકાંઠા અને રાજકોટ જિલ્લામાં

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્રની 39 ટકા એટલે કે 4280 ગ્રામ પંચાયતો પર 19 ડિસેમ્બરે ચૂંટણી
  • મધ્ય ગુજરાતની 24 ટકા એટલે કે 2645 ગ્રામ પંચાયતો પર સરપંચ અને સભ્યોની ચૂંટણી

રાજ્ય ચૂંટણી પંચે 10879 ગ્રામ પંચાયતોની જાહેર કરેલી ચૂંટણીમાં સૌથી વધુ 653 ગ્રામ પંચાયતોની ચૂંટણી બનાસકાંઠા જિલ્લામાં છે. ત્યારબાદ રાજકોટમાં 548 અને અમરેલીમાં 528 ગ્રામ પંચાયતોની ચૂંટણી છે. એટલે કે 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 5 જિલ્લા બનાસકાંઠા, રાજકોટ, અમરેલી, ભરૂચ અને સુરેન્દ્રગરમાં સૌથી વધુ ગ્રામ પંચાયતો માટે આગામી 19 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. આ પાંચ જિલ્લામાં 2700 જેટલી ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. એટલે કે કુલ ગ્રામ પંચાયતોની ચૂંટણીના ચોથાભાગની બેઠકો આ વિસ્તારમાંથી આવે છે. બન્ને રાજકિય પક્ષો માટે આ પાંચ જિલ્લાઓ ખૂબજ મહત્વના પૂરવાર થઇ શકે છે. જે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને રણનીતિ અને વિજયપથ નક્કી કરવામાં દિશાસૂચક બની રહેશે.

2.06 કરોડ મતદારો ઉમેદવારોનું ભાવી નક્કી કરશે
19 ડિસેમ્બરના રોજ યોજાનારી 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ 2.06 કરોડ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાંથી 1.06 કરોડ પુરુષો જ્યારે 1 કરોડ મહિલાઓ મત આપશે. રાજ્યભરમાં કુલ 27 હજારથી વધુ મતદાન મથકોમાં ચૂંટણી યોજાશે.

અન્ય સમાચારો પણ છે...