વિધાનસભામાં રાજ્યપાલના સંબોધન પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ધારાસભ્યનું પદ ખાલી પડે તો તેને ભરવા 6 મહિનામાં ચૂંટણી યોજાઇ જાય છે પરંતુ સરકારમાં કર્મચારીઓની મોટી સંખ્યામાં જગા દાયકાઓથી ખાલી છે પરંતુ સરકાર તેના પર રેગ્યુલર ભરતી કરતી નથી.
મેવાણીએ એવો કટાક્ષ પણ કર્યો કે યુવાનો ભરતી માટે ફોર્મ ભરે છે ત્યાં પેપર ફૂટે છે. બોગસ પીએસઆઇ જેવા ભરતી કૌભાંડ થાય છે. જે રાજ્યમાં સાડા 3 કરોડ લોકોને મફતમાં અનાજ આપવું પડે તેને મોડેલ સ્ટેટ કેવી રીતે કહી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.