તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • After The Election Campaign Was Canceled In Gandhinagar, The Leaders Became Active On Social Media After The Cancellation Of The Election, Now They Started Thanking The Election Commission.

ફોર્માલિટી પાછળની રીયાલિટી:ગાંધીનગરમાં ચૂંટણી પ્રચારો કરી દાટ વાળ્યા પછી ચૂંટણી રદ્દ થતાં નેતાઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ થયાં, હવે ચૂંટણી પંચનો આભાર માનવા લાગ્યાં

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપી નેતાઓનાં વાયરલ થયેલાં મેસેજો નગરજનોમાં હાસ્યાસ્પદ બન્યાં
  • કોરોનાનું સંકટ હોવા છતાં નેતાઓએ નાની-મોટી મીંટીંગો ચાલુ રાખી હતી

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ જાહેર થયા બાદ શહેરમાં ચૂંટણી પ્રચાર કરી કરીને દાટ વાળી દીધાં પછી જાહેર હિતમાં ચૂંટણી રદ્દ કરવામાં આવ્યા પછી ગાંધીનગરના નેતાઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ રાજ્ય ચૂંટણી પંચનો આભાર માનતા મેસેજો વાયરલ કરવા લાગ્યા છે. ત્યારે ભાજપી નેતાઓનાં વાયરલ થયેલાં મેસેજો નગરજનોમાં હાસ્યાસ્પદ બન્યાં છે

કોર્પોરેશન હસ્તગત કરવા માટે સામ, દામ અને દંડના પેતરા શરુ કરી દેવામાં આવ્યા હતા.
કોર્પોરેશન હસ્તગત કરવા માટે સામ, દામ અને દંડના પેતરા શરુ કરી દેવામાં આવ્યા હતા.

ગાંધીનગરમાં કોરોનાએ ધીમી ગતિએ સંક્રમણ વધાર્યા બાદ હવે રોકેટ ગતિએ તરખાટ મચાવી દીધો છે. ત્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી હતી. જેના પગલે બે મોટા પક્ષ ભાજપ અને કોંગ્રેસ હરકતમાં આવી ગયા હતા. અત્યારે આમ આદમી પાર્ટીએ પણ કોર્પોરેશનની ચૂંટણીમાં ઝંપલાવતા કોર્પોરેશન હસ્તગત કરવા માટે સામ, દામ અને દંડના પેતરા શરુ કરી દેવામાં આવ્યા હતા.

ભાજપી નેતાઓનાં વાયરલ થયેલાં મેસેજો નગરજનોમાં હાસ્યાસ્પદ બન્યાં
ભાજપી નેતાઓનાં વાયરલ થયેલાં મેસેજો નગરજનોમાં હાસ્યાસ્પદ બન્યાં

કોરોના સંક્રમણ વધવા છતાં મેળાવડા કર્યા હતા
સમગ્ર ગાંધીનગરને કોરોના ભરડામાં લઈ લેતા સ્વૈચ્છિક સંસ્થાઓએ ચૂંટણી રદ કરવા માટેની માંગણી કરી આંદોલનો શરૂ કરવામાં આવતા નગરજનોએ પણ તેઓની રજુઆતને બિરદાવી હતી. ગાંધીનગરમાં સંટક પરાકાષ્ઠાએ પહોંચી ગયું હોવા છતાં રાજકીય પાર્ટીઓ દ્વારા સત્તાની લાલચમાં જોર જોરથી ચૂંટણી પ્રચાર આરંભી દેવામાં આવ્યો હતો. એમાંય વળી સત્તાધારી પક્ષ ભાજપ ભાન ભૂલીને રાયસણના ભૈરવનાથ પાર્ટીપ્લોટમાં રાજકીય મેળાવડા ભરવા લાગી હતી.

કોરોનાએ દાટ વાળ્યા પછી હવે સ્થિતિ કાબુમાં લેવા રાજયપાલનાં શરણે કોંગ્રસ દોડી ગઈ
કોરોનાએ દાટ વાળ્યા પછી હવે સ્થિતિ કાબુમાં લેવા રાજયપાલનાં શરણે કોંગ્રસ દોડી ગઈ

કોરોનાનો શિકાર બનવા છતાં નેતાઓએ નાની મોટી મીટીંગો ચાલુ રાખી
જેના કારણે એક પછી એક ભાજપના જ ઉમેદવારો તેમજ કાર્યકરો કોરોનાનો શિકાર બનવા લાગ્યા હતા તેમ છતાં પાર્ટી પ્લોટમાં નાની મોટી મીટીંગો ચાલુ રાખીને રસોડુ ધમધમતું કરી દેવામાં આવ્યું હતું. શહેરમાં સંક્રમણ વધી રહ્યું હોવા છતાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. ગાંધીનગરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હોવા છતાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અશોક પટેલ તેમજ શહેર પ્રમુખ રૂચિર ભટ્ટ ચૂંટણી મોકૂફ રાખવા બાબતે જાહેરમાં એક વખત પણ નિવેદન આપવાનું કે ચૂંટણી પંચમાં રજૂઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી ન હતી.

કોરોનાનું સંકટ હોવા છતાં નેતાઓએ નાની-મોટી મીંટીંગો ચાલુ રાખી હતી
કોરોનાનું સંકટ હોવા છતાં નેતાઓએ નાની-મોટી મીંટીંગો ચાલુ રાખી હતી

ચૂંટણી મુલતવી રખાતાં એજ નેતાઓએ ફોર્માલીટી કરી
ત્યારે રાજ્ય ચૂંટણી પંચને મળેલી રજૂઆતોના પગલે જાહેર હિતમાં ચૂંટણીપંચ દ્વારા ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના પગલે કોર્પોરેશનમાં સત્તા હાંસલ કરવાની રાજકીય પક્ષોની લાલસા મનમાંને મનમાં રહી જવા પામી છે. ચૂંટણી રદ થતાં જ મીની કમલમ તરીકે જાણીતા બનેલા ભૈરવનાથ પાર્ટી પ્લોટમાં સન્નાટો છવાઈ જવા પામ્યો છે અને પાર્ટી પ્લોટના દરવાજા હવે બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ચૂંટણી પ્રચાર તેમજ મેળાવડાઓ યોજી દાટ વાળી દીધા બાદ હવે નેતાઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ થઇને ચૂંટણીપંચના આ નિર્ણયને આવકારતા હોવાના મેસેજ વાયરલ કરી રહ્યા છે. જેના પગલે ગાંધીનગરની શાણી પ્રજામાં નેતાના મેસેજ હાસ્યાસ્પદ બની ગયા છે.

અન્ય સમાચારો પણ છે...