આજે મતદારો જ ભગવાન:ચૂંટણી : 410117 મતદાર ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, તકેદારી : મતદારોને મતદાન કરવા તંત્ર હાથમોજાં આપશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચુંટણી સાહિત્ય સાથે મતદાન મથકે જવા કર્મચારીઓ રવાના - Divya Bhaskar
ચુંટણી સાહિત્ય સાથે મતદાન મથકે જવા કર્મચારીઓ રવાના
  • સરપંચ પદ માટે 539 અને વોર્ડ સભ્ય માટે 1323 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે
  • ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 341 મહિલા ઉમેદવારો
  • ​​​​​​​ગ્રામ પંચાયતની​​​​​​​ ચુંટણીના જંગમાં સરપંચ અને વોર્ડની બેઠકમાં કુલ-341 મહિલાઓ ઝંપલાવ્યું છે. તેમાં સરપંચની બેઠક માટે 79 અને વોર્ડની સીટ માટે 262 મહિલાઓ અલગ અલગ કેટગરીમાં ઉમેદવારી ભરી છે.

156 પંચાયતની ચૂંટણીનું રવિવારે મતદાન સવારે 7થી સાંજના 6 કલાક સુધી થશે. સરપંચના 539 અને વોર્ડ બેઠકના 1323 ઉમેદવારોના ભાવિ 410117 મતદારો નક્કી કરશે. બેલેટ પેપરથી મતદાન કરવામાં આવનાર જેના માટે 566 મતપેટીનો ઉપયોગ કરાશે.

જિલ્લાની 179 ગ્રામ પંચાયતોની ચુંટણી યોજવાની હતી. જોકે ગ્રામજનોના સહકારથી જિલ્લાની 22 ગ્રામ પંચાયતો સમરસ થતાં બાકી રહેલી 156 ગ્રામ પંચાયતોની ચુંટણી થશે. આથી જિલ્લા તંત્ર દ્વારા સેક્ટર-15 સરકારી વિનયન કોલેજ ખાતે ઉભા કરાયેલા ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટર ખાતે પોલીંગ સ્ટાફને ચુંટણીનું સાહિત્ય આપવાની કામગીરી શનિવારે કરાઈ હતી. જિલ્લાના 156 ગ્રામ પંચાયતોની ચુંટણી માટે સરપંચની 152 સીટ ઉપર 539 અને વોર્ડની 578 બેઠક ઉપર 1323 ઉમેદવારો મેદાનમાં ઉભા છે.

ચુંટણીમાં 209767 પુરૂષ અને 200339 મહિલા તેમજ 11 અન્ય સહિત કુલ 410117 મતદારો ઉમેદવારોનું ભાવી નક્કી કરવા બેલેટ પેપરથી મતદાન કરશે. જેના માટે જિલ્લામાં 497 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. મતદાન માટે 566 મતપેટીનો ઉપયોગ થશે. જ્યારે 292 મતપેટી અવેજીમાં છે. ચુંટણીની કામગીરીમાં 39 ચુંટણી અધિકારી અને 39 મદદનીશ ચુંટણી અધિકારી, 3379 પોલિંગ સ્ટાફને કામગીરી સોંપાઈ છે.

  • 213 મથકે રસીકરણ કેન્દ્રો ઉભા કરાશે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 213 મતદાન બુથ પર વેક્સિનેશન સેન્ટર ઉભા કરાશે. કર્મચારીઓને પણ સેનેટાઇઝર, માસ્ક, હેન્ડ ગ્લોઝ અપાયાં છે. આથી મતદારોને હેન્ડગ્લોઝ પહેરીને મતદાન કરશે. માસ્ક ન લાવનારા મતદારોને માસ્ક પણ અપાશે.
  • 76 મતદાન મથક અતિસંવેદનશીલ ચુંટણીમાં ઉભા કરાયેલા કુલ-497 મતદાન મથકો ઉભા કરાયા છે. તેમાંથી 67 મથકો અતિ સંવેદનશીલ અને 158 સંવેદનશીલ મથકો છે.
  • વોર્ડની કેટલી બેઠકો ખાલી રહેશે? 60 પંચાયતની કુલ 71 બેઠક અનામત કક્ષાની હોવાથી તે સમાજના લોકો જ ન હોવાથી ખાલી રહી છે. તેમાં કલોલની 5 પંચાયતની 7, માણસાની 4 પંચાયતની 5, દહેગામની 29 પંચાયતની 36 અને ગાંધીનગરની 22 પંચાયતની 23 વોર્ડ બેઠકો ખાલી રહી છે.
  • થર્મલગનથી તાપમાન મપાશે કોરોનાને પગલે મતદારોનું તાપમાન થર્મલ ગનથી મપાશે. ઉપરાંત રસી લીધી છે કે નહી તેની માહિતી મેળવીને રસી લીધી ના હોય તેને રસીકરણ કેન્દ્ર ખાતે મોકલવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...