કાર્યવાહી:STના વયોવૃદ્ધ નિવૃત્ત ડ્રાઈવરને રિક્ષામાં બેસાડી ગઠિયા 11 હજાર સેરવી ગયા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાંધેજાથી ગાંધીનગર તરફ આવતાં બનેલી ચકચારી ઘટના
  • રાંધેજા ચોકડીથી રિક્ષામાં બેઠા હતા: રિક્ષામાં બેઠેલા ચોર ખિસ્સુ ​​​કાપી ગયા

રાંધેજા ચોકડી પાસેથી ગાંધીનગર તરફ આવવા રિક્ષામા બેઠેલા નિવૃત્ત એસટી ડ્રાઇવરને રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં બેઠેલા 3 ગઠિયાએ પાછળની સીટમા બેસાડીને ખિસ્સુ કાપી 11 હજારની રકમ સેરવી લીધી હતી. આ બનાવની ફરિયાદ પેથાપુર પોલીસ મથકમા નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ 77 વર્ષિય દશરથભાઇ બેચરદાસ પટેલ (રહે, બંસરી ગ્રીન, ફાટક પાસે, પેથાપુર. મૂળ રહે, સરઢવ) નવરાત્રિ હોવાથી તેમના ગામના ઘરે ગયા હતા, જ્યા કામકાજ પતાવી પરત તેમના દિકરાના ઘરે બંસરી ગ્રીનમા આવતા હતા. તે સમયે રાંધેજા ચોકડી ખાતે રીક્ષાની રાહ જોઇને ઉભા હતા.

આ દરમિયાનમાં એક રિક્ષા આવતા તેમા બેસી ગયા હતા, જ્યારે રિક્ષામા બેઠા હતા, તે સમયે ડ્રાઇવર પાસે બેઠેલા એક છોકરાએ વૃદ્ધના હાથમા રહેલી કાપડની ખુરશી તેની પાસે રાખી હતી અને વૃદ્ધને કહ્યુ કે, દાદા તમે પાછળ બેસી જાઓ, તમારી ખુરશી હુ મારી પાસે રાખુ છુ. તે સમયે પહેલેથી ત્રણ પુરુષો રીક્ષાની પાછળની સીટમા બેઠા હતા. જ્યારે વૃદ્ધને ત્રણ પેસેન્જર વચ્ચે બેસાડવામા આવ્યા હતા. તે ઉપરાંત વૃદ્ધે રિક્ષા ચાલકને પહેલેથી જ ભાડુ ચૂકવી દીધુ હતુ. જ્યારે રિક્ષા આંચકા ખાતી ચલાવાતી હતી. ત્યારે રીક્ષાના ચાલકે કહ્યુ કે, રીક્ષાના ટાયરમા પંચર પડ્યુ હોય તેમ લાગી રહયુ છે.

પરિણામે ચાલક પાસે બેઠેલો છોકરો પાછળની સીટમા આવી ગયો હતો. જ્યારે એક હોટલ પાસે ફાટક બંધ હોવાથી રિક્ષાને રાંધેજા ચોકડી પાસે તરફ વાળવામા આવી હતી. ત્યારબાદ રિક્ષા આગળ જાય તેમ નથી તેમ ચાલકે કહીને વૃદ્ધને ઉતારી દીધા હતા. જ્યારે રિક્ષા જતી રહ્યા બાદ વૃદ્ધને ખબર પડી હતી કે, તેમના પેન્ટના ખિસ્સામા રહેલું 11,700નુ બંડલ ગાયબ જોતા તેમણે તપાસ કરતા ખિસ્સુ કપાયેલું જોવા મળ્યુ હતુ. ત્યારે વૃદ્ધે પેથાપુર પોલીસ મથકમા અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધાવ્યો હતો.આ બનાવથી ભારે ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...