એક શામ શિક્ષા કે નામ:ગાંધીનગરના ડભોડા ગામે બાળકોના સર્વાંગી વિકાસ અર્થે 'એક શામ શિક્ષા કે નામ' કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યક્રમમાં બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો

ગાંધીનગરના ડભોડા હનુમાન મંદિરે બાળકોના સર્વાંગી વિકાસ-શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ અંતર્ગત 'એક શામ શિક્ષા કે નામ' નામનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

હનુમાનજી મંદિર ડભોડા મુકામે બાળકોના સર્વાંગી વિકાસ તેમજ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ અંતર્ગત ઓમ લેન્ડમાર્ક સ્કુલ મોટા ચિલોડા દ્વારા એક શામ શિક્ષા કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન લલિતસિંહ ઠાકોર, મંદિરના ટ્રસ્ટી હીરાભાઈ પટેલ,ફુલાભાઈ પટેલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રવૃત્તિ અનેક હતી પરંતુ ધ્યેય એક જ હતો “શિક્ષા”. આ કાર્યક્રમમાં આવેલ વાલીગણ પોતાના બાળકની શિક્ષણ પ્રત્યેની ઉત્સુકતા જોઈ અને ગદગદી ગયા હતા. અને તેમના હૃદય માંથી નીકળેલા તેમના શબ્દોનું વર્ણન કર્યું હતું.

હાલના સમય પ્રમાણે જોવા જઈએ તો બાળકના શિક્ષણ પ્રત્યે દરેક વાલીગણને ચિંતા થતી હોય છે. પરંતુ આ કાર્યક્રમ થકી ઓમ લેન્ડમાર્ક સ્કુલ દ્વારા બાળક માટે ચિંતા નહિ પરંતુ ચિંતન કરવાની પ્રેરણા આપવામાં આવી હતી. ત્યારે શાળા પરિવાર દ્વારા ભાગ લેનાર તમામ બાળકોને મોમેન્ટ આપી ઉજ્વળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...