પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલ:ગાંધીનગરમાં આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, અઢી હજાર અરજીઓનો ત્વરિત નિકાલ કરવામાં આવ્યો

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ નંબર 3 સ્વામી વિવેકાનંદ સ્કૂલ, સેક્ટર 24, ગાંધીનગર ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

વડાપ્રધાન અને ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે એ માટે ગાંધીનગરમાં સેવાસેતુના આઠમા તબક્કાનાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 2 હજાર 459 અરજીઓનો ત્વરિત નિકાલ કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તારીખ આજે શનિવારનાં રોજ સવારથી વોર્ડ નંબર 3 સ્વામી વિવેકાનંદ સ્કૂલ, સેક્ટર 24, ગાંધીનગર ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેરી નાગરિકોની સરળતાથી અને ઝડપી મળે તે હેતુથી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારના તમામ વિભાગોએ સેવા આપેલ હતી. સેવાસેતુ કાર્યક્રમમાં મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન , મ્યુનિસિપલ કાઉન્સિલરો તથા અન્ય મહાનુભાવઓ હાજર રહ્યા હતા. જેઓ દ્વારા તમામ વિભાગોના સ્ટોલની મુલાકાત લઇ પૃચ્છા કરી હતી. ત્યારબાદ મેયર હિતેશ મકવાણા દ્વારા પ્રાસંગિક ઉધબોધન કરવામાં આવેલ અને કાર્યક્રમની સુંદર વ્યવસ્થા તેમજ સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતાં.

સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન નાગરિકો માટે જરૂરી તમામ અરજી ફોર્મની નિશુલ્ક વ્યવસ્થા કરવામાં આવેલ હતી. તેમજ રાજ્ય સરકારની સુચના મુજબ મફત કાનૂની સહાય કૃષિ પ્રદર્શનનાં સ્ટોલ બનાવી સેવા પૂરી પાડવામાં આવી હતી .

આ કાર્યક્રમ દરમિયાન અંદાજિત 7 હજાર 800 જેટલી જનમેદની ઉપસ્થિત રહી હતી અને જુદા જુદા વિભાગોને લગતી 2 હજાર 459 અરજીઓ આવી હતી. જેમાંથી તમામ અરજીઓનો સકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે. અને સેવા સેતુ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે.

આ ઉપરાંત સેવાસેતું કાર્યક્રમમાં આ વખતે નવી બે સુવિધા પૂરી પાડવામાં આવી હતી જેમાં સૌપ્રથમ વખત ચૂંટણી કાર્ડમાં સુધારો અને ઇ-શ્રમ કાર્ડની સુવિધા આપવામાં આવી હતી. જેનો નાગરિકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...