રજિસ્ટ્રેશન:રાજ્યભરની શાળાઓ અને શિક્ષકોના રજિસ્ટ્રેશન કરવા શિક્ષણ બોર્ડનો આદેશ

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન રજિસ્ટ્રેશનનો 12 અને 13 ઓક્ટોબરથી પ્રારંભ કરાયો

રાજ્યભરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે કેટલા શિક્ષકો છે. દરેક શિક્ષકોનું વિષયવાર ઓનલાઇન રજિસ્ટ્રેશન 13 ઓક્ટોબરથી જ્યારે શાળાઓનું રજિસ્ટ્રેશનની કામગીરી 12 ઓક્ટોબરથી શરૂ કરાશે. જોકે ચાલુ વર્ષની નવી શાળાઓએ નવેસરથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જ્યારે જૂની શાળાઓએ અદ્યતન માહિતી સાથે અપડેટ કરવાનો શિક્ષણ બોર્ડે આદેશ કર્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ, 2023ની ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓના આવેદનપત્રો ઓનલાઇન સ્વિકારવાની પહેલાં રાજ્યભરની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ અને શિક્ષકોના રજિસ્ટ્રેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને પરિણામે ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા પછી ઉત્તરવહિના મૂલ્યાંકનની કામગીરીમાં અડચણ ઉભી થાય નહી. ઉપરાંત વિષયવાર શિક્ષકો મળી રહે તે માટેનું આયોજન શિક્ષણ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.

જેમાં ચાલુ વર્ષની નવી શાળાઓએ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જ્યારે જૂની શાળાઓએ તો સરનામું કે અન્ય કોઇ સુધારા હોય તે કરીને અદ્યતન માહિતી અપડેટ કરવાની રહેશે. જ્યારે શિક્ષકોના રજિસ્ટ્રેશનમાં શાળામાં દરેક ધોરણના કેટલા વર્ગો છે. દરેક વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે વિષયવાર શિક્ષકો કેટલા છે સહિતની વિગતો દર્શાવવાની રહેશે. ઉપરાંત દરેક માધ્યમવાર વિદ્યાર્થીઓની સંખ્યા લખવાની રહેશે. જોકે જૂની શાળાઓમાં કોઇપણ પ્રકારનો સુધારો હોય તો સુધારા ઓર્ડર સાથે બોર્ડની શાળા નિયંત્રણ શાખાનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. શિક્ષકોના રજિસ્ટ્રેશનમાં નવા નિમણૂક થયેલા શિક્ષકો દર્શાવવાના રહેશે. છૂટા થયેલા તેમજ રીટાયર્ડ થયેલા કે રાજીનામું આપેલા શિક્ષકોનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે. શિક્ષકો કયો વિષય ભણાવે છે. શિક્ષકોનો અનુભવ સહિતની વિગતો દર્શાવવાનો શિક્ષણ બોર્ડના સચિવે આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...