નિર્ણય:શિક્ષણ બોર્ડ ગુજકેટનાં પરીક્ષા ફોર્મ તા. 20મી સુધી સ્વીકારશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધો-12 સાયન્સના છાત્રોને એન્જિનિયર અને ફાર્મસીમાં પ્રવેશ માટે પરીક્ષા જરૂરી

શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ગુજકેટની પરીક્ષાના ફોર્મ ઓનલાઇન સ્વિકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગામી તારીખ 6ઠ્ઠી, જાન્યુઆરીથી તારીખ 20મી, જાન્યુઆરી-2023 સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. ફોર્મ કેવી રીતે ભરી શકાય તેની માહિતી શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા એપ્રિલ કે મે માસમાં લેવામાં આવે છે. ધોરણ-12 સાયન્સ પછી વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ ડીગ્રી કે ડિપ્લોમાં તેમજ ફાર્મસી ક્ષેત્રમાં પ્રવેશ માટે ગુજરાત કોમ એન્ટ્રન્સ ટેસ્ટ શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવે છે. વર્ષ-2023ની ગુજકેટ પરીક્ષા માટેના પરીક્ષા ફોર્મ ભરવાની કામગીરી શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવી છે.

જેમાં શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટના પરીક્ષા ફોર્મ ઓનલાઇન આગામી તારીખ 6ઠ્ઠીથી તારીખ 20મી, જાન્યુઆરી-2023 સુધી ભરવાનો સમય આપવામાં આવ્યો છે. આથી ધોરણ-12 સાયન્સમાં એ, બી કે એબી ગ્રુપના વિદ્યાર્થીઓ ગુજકેટનું ફોર્મ ભરી શકે છે.

શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાનું ફોર્મ કેવી રીતે ભરી શકાય તેની જાણકારી વિદ્યાર્થીઓને મળી રહે તે માટે વેબસાઇટ ઉપર જરૂરી સુચના તેમજ માહિતી આપવામાં આવી છે. ગુજકેટનું પરીક્ષા ફોર્મ ઓનલાઇન ભરવાનું હોવાથી તેની ફી પણ ઓનલાઇન સ્વિકારવામાં આવશે. જેના માટે પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂપિયા 350 ફી નક્કી કરવામાં આવી છે.

ગુજકેટના પરીક્ષા ફોર્મ ભરવાની જાણકારી વિદ્યાર્થીઓને આપવા શાળાના આચાર્યોને શિક્ષણ બોર્ડ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. ધો-12 સાયન્સના છાત્રોને એન્જિનિયર અને ફાર્મસીમાં પ્રવેશ માટે જરૂરી આ પરીક્ષા છે. જે માટેની જરૂરી માહિતી વેબસાઇટ પર આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...