રજૂઆત:રાજ્યની શાળાઓમાં શિક્ષણ સહાયકો હાજર જ થતા નથી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમુક શિક્ષકો નિવૃત્ત થતાં શાળાઓમાં પૂરતો સ્ટાફ નથી
  • જૂના શિક્ષકોની ભરતી કરવા મહામંડળની રજૂઆત

શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ભરતી કરાયેલા શિક્ષણ સહાયકો અમુક શાળાઓમાં હાજર થયા નથી. ઉપરાંત અમુક શિક્ષકો નિવૃત્ત થતા હોવાથી શિક્ષકોની ઘટ પડી રહી છે. આથી જૂના શિક્ષકોની ભરતી કરવા અને પ્રવાસી શિક્ષકોની સેવાઓ ચાલુ રાખવાની માગણી ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળે રજૂઆત કરી છે. ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ શિક્ષણ સહાયકથી ભરતી કરવામાં આવી છે.

જોકે ભરતી માટે શિક્ષણ સહાયકના ઉમેદવારોને તેઓની પસંદગીની શાળાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. તેમ છતાં રાજ્યભરની ઘણી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકો હાજર થયા નથી. આથી ભરતી કરવા છતાં શિક્ષકો નહી મળવાથી તેની સીધી અસર વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર પડી રહી છે. ઉપરાંત ઘણી શાળાઓમાં શિક્ષકો નિવૃત્ત થતાં વિષય શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. જેને પરિણામે ઘણી શાળાઓમાં પુરતો શૈક્ષણિક સ્ટાફ નહી હોવાથી જે તે વિષયનું શિક્ષણ બાળકોને મળતું નહી હોવાની ફરીયાદો વાલીઓમાં ઉઠી છે.

રાજ્યભરની આવી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકોની ભરતી તાકિદે કરવાની માંગણી કરી છે. ઉપરાંત આવી શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની સેવાઓને પણ ચાલુ રાખવામાં આવે તેવી માંગણી સાથે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા શિક્ષણ સચિવ અને શાળાઓના કમિશ્નરને લેખિત રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...