તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શૈક્ષણિક વિકાસ:ગાંધીનગરમાં શ્રમિકોના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે અપાતી શિક્ષણ સહાય માટે ત્રણ માસમાં અરજી કરવાની રહેશે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30 વર્ષની વયમર્યાદા ધરાવતી શ્રમયોગી લાભાર્થીની પત્નીને શિક્ષણ સહાય અપાશે

રાજ્યમાં બાંધકામ શ્રમયોગી કામદારોના કલ્યાણ અને ઉત્કર્ષ માટે કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જે અન્વયે ગાંધીનગર શ્રમિકોનાં બાળકોના શૈક્ષણિક વિકાસ માટે અપાતી શિક્ષણ સહાય માટે આગામી ત્રણ મહિનાની અંદર અરજી કરવાની રહેશે.

શ્રમયોગી લાભાર્થીની પત્નીને શિક્ષણ સહાય આપવામાં આવશે

બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગાંધીનગર જિલ્લામાં નોધાયેલા બાંધકામ શ્રમિકોના કુટુંબનાં બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ અને રુચી વધે તથા શિક્ષણ ક્ષેત્રે આગળ વધી ઉચ્ચ પદ મેળવી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે તે હેતુથી નોધાયેલા બાંધકામ શ્રમિકનાં બે બાળકોને શિક્ષણ સહાય પ્રતિ વર્ષ આપવામાં આવે છે. આગામી સને 2021 -22નાં શૈક્ષણીક સત્રમાં પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચ વિવિધ વિદ્યાશાખાઓમાં અભ્યાસ કરતા નોધાયેલા બાંધકામ શ્રમિકોનાં બે બાળકો સુધી તેમજ 30 વર્ષની વયમર્યાદા ધરાવતી શ્રમયોગી લાભાર્થીની પત્નીને શિક્ષણ સહાય આપવામાં આવનાર છે.

શૈક્ષણીક સત્ર શરૂ થયાથી 90-દિવસમાં અરજી કરવી

આ શૈક્ષણીક સહાય મેળવવા પ્રવેશ મેળવ્યા તારીખ/શૈક્ષણીક સત્ર શરૂ થયાથી 3 માસ (90-દિવસ) માં નિયત ધારા- ધોરણ પ્રમાણે સમય મર્યાદામાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની જીલ્લા કચેરીએ નિયત નમુના/ફોર્મમાં અરજી કરવાની રહેશે. તેવું ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...