ચોરી:ડભોડામાં ઘર સામેથી ઇકો કારનું સાઇલેન્સર ચોરાયું

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદિરના ચોગાનમાં કાર પાર્ક કરી હતી
  • કડકડતી ઠંડીનો લાભ લઇ ચોરી કરી

ડભોડા ગામના બહુચર માતાજીના મંદિરના ચોગાનમા રાત્રે મુકાયેલી ઇકોના સાઇલેન્સરની ચોરી થઇ છે. ગામમા રહેતા યુવકના ઘર આગળ કાર મુકવાની જગ્યા નહિ હોવાથી મંદિર પાસે પાર્ક કરી હતી. ઠંડીનો લાભ લેતા ચોર સાઇલેન્સરની ચોરી કરી જતા ડભોડા પોલીસ મથકમા ચોરીની ફરિયાદ થતા કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ રમેશજી ચતુરજી ઠાકોર (રહે, ડભોડા, વાણિયાવાસ) માલિકીની ઇકો ધરાવે છે. જેનો મુસાફર લાવવા લઇ જવા માટે ઉપયોગ કરી પરિવારનુ ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે ગત 25 ડીસેમ્બરના રોજ તેમની ઇકોનિત્યક્રમ મુજબ તેમના ઘર પાસે આવેલા બહુચર માતાજીના મંદિર પાસે આવેલા ખાલી જગ્યામા પાર્ક કરવામા આવતી હતી.

જ્યારે તેમની કારને ઉબેર કંપની સાથે સાંકળેલી હોવાથી કંપની તરફથી વર્ધી મળતા કારને મુસાફર સુધી લઇ જવાચાલુ કરતા જ અવાજ બદલાયેલો લાગ્યો હતો. જેને લઇને ગામમા જ રહેતા કારના ફોરમેનને બોલાવી ચેક કરાવતા કારનુ સાઇલેન્સર ન હતુ. સમયસર પહોંચવાનુ હોવાથી નવુ સાઇલેન્સર નખાવી કાર લઇને વર્ધીમાં ગયા હતા. ત્યારબાદ સતત લાંબી વર્ધી મળતા સમય મળ્યો ન હતો. જેને લઇને આજે ડભોડા પોલીસમા ચોરીની ફરિયાદ કરતા તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...