તપાસ:વહેલી સવારે ભસતાં કૂતરાં વચ્ચે આવેલા 3 યુવકે સેક્ટર-3માં ઘર પર પથ્થરો ફેંક્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકાન માલિકની સે-7 પોલીસમાં 3 શખસ સામે ફરિયાદ
  • કૂતરા રડવાનો અવાજ સાંભળીને શિક્ષક અને તેમના પડોશી બહાર આ‌વ્યા હતા: બંનેને પગમાં વાગતાં ઈજા પહોંચી હતી

વહેલી સવારે સેક્ટર 3માં કૂતરા રડવાના અવાજ વચ્ચે એક શિક્ષકના ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો. કૂતરા ભસતા શિક્ષક તેમજ તેમના પડોશી ઘરની બહાર આવતા તેમના ઉપર પથ્થર ફેંકાયા હતા. જેમાં બંને આધેડને પગે વાગતા તેઓએ હોસ્પિટલમાં સારવાર લીધી હતી અજાણ્યા 3 લોકો ભાગી જતા અજાણ્યા શખ્સો સામે સે- 7 પોલીસમા ફરિયાદ નોંધાઈ હતી.

આ અંગે મળતી માહિતી મુજબ જોસ્પિનભાઇ પાઉલભાઇ ખરાડી (રહે, સેક્ટર 3સી, ગાંધીનગર) નરોડામા આવેલી એક શાળામા 25 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવે છે. બનાવના દિવસે મોડીરાત્રે જમીને પરિવાર અગિયાર વાગ્યાના અરસામા આરામ કરવા ગયા હતા. જ્યારે વહેલી સવારે જોરશોરથી કૂતરા ભસતા હોવાથી શિક્ષક ઘરની બહાર નીકળ્યા હતા. તે દરમિયાન અજાણ્યા ત્રણ લોકો એક વાહનની પાછળ સંતાઇ ગયેલા જોવા મળ્યા હતા. જ્યારે શિક્ષક ઘરની બહાર નીકળ્યા હતા, તે સમયે પથ્થર ફેંકી ભાગી ગયા હતા.

આ દરમિયાન શિક્ષકના પડોશી પણ અવાજ સાંભળીને ઘરની બહાર આવતા તેમને પણ પગમાં ઈજા થઈ હતીગાંધીનગર શહેરમા દિવસે દિવસે વિચિત્ર પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે જેમાં વહેલી સવારે સેક્ટર 3માં કૂતરા રડવાના અવાજ વચ્ચે એક શિક્ષકના ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો.

કૂ​​​​​​​તરા ભસતા હોવાથી શિક્ષક તેમજ તેમના પડોશી ઘરની બહાર આવતા તેમના ઉપર પથ્થર ફેંકવામા આવ્યા હતા. આ રીતે કૂતરાનો અવાજ સાંભળતા જ મકાનના માલિક તેમજ તેમના પડોશી બહાર આવતા તેઓ બંને આધેડને પગે વાગતા ઇજા થતા તેઓએ હોસ્પિટલમાં સારવાર લીધી હતી આ દરમિયાન અજાણ્યા 3 લોકો ભાગી ગયા હતા. બાદમાં આ બનાવ અંગે તેમણે સેક્ટર 7 પોલીસમા ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...