તપાસ:શહેરના બાળ સંભાળ ગૃહમાંથી વહેલી સવારે 2 બાળક ભાગી ગયા

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળ સંભાળ ગૃહમાંથી અત્યારસુધીમા 5 બાળક ફરાર થઇ ગયા છે
  • સેક્ટર 17ના ગૃહમાંથી ગાર્ડને અંધારામા રાખી ફરાર થઈ જતા ચકચાર

શહેરના સેક્ટર 17મા આવેલા બાળ સંભાળ ગૃહમાંથી વહેલી સવારે બે બાળકો ભાગી ગયા હતા. આ બાબતની જાણ ગૃહના ગાર્ડને થતા સત્તાધિશોને જાણ કરવામા આવી હતી. ત્યારબાદ બે બાળકોની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ક્યાંય પતો નહિ લાગતા પોલીસ કાર્યવાહી શરૂ કરી હતી. બે બાળકો ગૃહમા રાખવામા આવેલા ગાર્ડની નજર ચૂકવી ફરાર થઇ ગયા હતા.

ગાંધીનગરના સેક્ટર 17મા આવેલા સરકાર બાળ સંભાળ ગૃહમા અનાથ, મુકબધિર જેવા બાળકોને રાખવામા આવે છે. બાળકોને સંસ્થામા શિક્ષણ આપવામા પણ આવે છે. ત્યારે આજે શનિવારે વહેલી સવારે ગૃહમાંથી એક 11 વર્ષિય અને એક 17 વર્ષિય બાળક સંસ્થામાથી ભાગી ગયો હતો. જ્યારે બાળકોની સંખ્યા ગણવામા આવી ત્યારે સામે આવ્યુ હતુ કે, સંસ્થામાંથી બે બાળકો ગાયબ છે. આ બાબતની જાણ સંસ્થામા રાખવામા આવેલા ગાર્ડ દ્વારા સત્તાધિશોને કરવામા આવી હતી. ત્યારે તેમણે આવીને સંસ્થાના સીસીટીવી સહિતની તપાસ હાથ ધરી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આંતર રાજ્યના બે બાળકો શહેરના બાળ સંભાળ ગૃહમાં રહેતા હતા. પરંતુ આજે શનિવારે સવારે તે સંસ્થામાંથી ભાગી જવામા સફળ રહ્યા હતા. ઉલ્લેખનિય છેકે, અગાઉ પણ સંસ્થામાંથી 5 બાળકો ભાગી ગયા હતા. તમામ બાળકોને પોલીસ શોધી લાવી હતી. તેવા સમયે આજે વધુ બે બાળકો ભાગી ગયા છે. જેને લઇને સંસ્થા દ્વારા આ બાબતે પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી.

અગાઉ અમદાવાદથી લાવેલા 16માંથી 5 બાળક ભાગી ગયા હતા
અમદાવાદના બાવળાના સિયાળ બાળ ગૃહમાથી 16 બાળકોને ગત 2 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર સેક્ટર 17 બાળ ગૃહમા લવાયા હતા. ત્યારબાદ તેના 16 દિવસમાં જ પહેલો બાળક ફરાર થઇ ગયો હતો. જ્યારે ત્યારથી આજ દિન સુધીમા પાંચ બાળકો ફરાર થઇ ગયા હતા. ત્યારે ફરીથી આજે બે બાળકો ભાગી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...