તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેશુબાપાની કાર ભંગારમાં જશે:અગાઉ હરાજીમાં મૂકાઈ હતી, પરંતુ કોઈએ ખરીદી નહોતી; 39 સરકારી કારની 13 સપ્ટેમ્બરે હરાજી

ગાંધીનગરએક મહિનો પહેલાલેખક: દિલીપ પ્રજાપતિ
  • કૉપી લિંક
પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાની કાર - Divya Bhaskar
પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાની કાર

સમગ્ર દેશમા સરકારે સ્ક્રેપ પોલિસી જાહેર કરી દીધી છે. પહેલાં સરકારી વાહનો સ્ક્રેપ કરવાનું નક્કી કર્યુ છે. જેમાં સરકારી વાહન વ્યવહાર સેવાની કચેરીમાં પડેલા 39 વાહનોને ભંગારવાડે મોકલવાની તૈયારી કરાઈ છે. જેમાં રાજ્યમાં ભાજપના પ્રથમ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલની સરકારી ઓપ્ટ્રા કારનો સમાવેશ થયો છે. અગાઉ આ કારને હરાજીમાં મૂકવામાં આવી હતી, પરંતુ કોઇ ખરીદવા તૈયાર થયું ન હતું.

કેશુબાપા, પૂર્વ મુખ્યમંત્રી, ગુજરાત
કેશુબાપા, પૂર્વ મુખ્યમંત્રી, ગુજરાત

સંત્રીઓ અને મંત્રીઓ નવા વાહનોમાં ફરતા થઇ ગયા છે. ઇનોવા સહિતની મોટી ગાડીઓ અને અત્યાધુનિક સુવિધા સાથેના વાહનનો ઉપયોગ કરે છે. પરિણામે વર્ષો જૂના સરકારી વાહનો હવે ભંગારના ભાવે જઇ રહ્યા છે. સરકારી વાહન વ્યવહાર સેવાની કચેરી દ્વારા પૂર્વ અને સ્વર્ગિય મુખ્યમંત્રી કેશુભાઇ પટેલની કાર નંબર જીજે 18 જી 9941 સહિત 39 વાહનોની હરાજી કરી રહ્યા છે.

આગામી 13 સપ્ટેમ્બરના રોજ કારની ઓનલાઇન હરાજી થશે. સ્વર્ગિય કેશુભાઇ પટેલની ઓપ્ટ્રા કારનો જમાનો હતો, મુખ્યમંત્રી બદલાતાં નાની કારનો ઉપયોગ બંધ થયો હતો આજે મોટી કાર મુખ્યમંત્રીના કાફલા સહિત જોવા મળે છે. અગાઉ એક વખત કારને હરાજીમાં મૂકાઈ હતી. પરંતુ કોઇ ખરીદવા તૈયાર થયું ન હતું.

આટલી કારની હરાજી કરાશે
કારસંખ્યા
શેવરોલેટ ઓપ્ટ્રા પેટ્રોલ18
સીએનજી ઇનોવા11
ઓપેલ એસ્ટ્રા પેટ્રોલ6
મારૂતિ એસ્ટીમ પેટ્રોલ3
ફોર્ડ આઇકોન પેટ્રોલ2
કુલ39
અન્ય સમાચારો પણ છે...