તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ખરણામાં 1751 પશુઓને ઇયર ટેગ લગાડવામાં આવ્યા

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પશુઓને ઇયર ટેગ લગાવવાથી ઓળખ સરળતાથી મળી શકશે

પશુઓના આધારકાર્ડ તેવી ઇયર ટેગ લગાવવાનો કેમ્પ તાજેતરમાં ખરણામાં યોજાયો હતો. જ્યાં 1751 પશુઓને ટેગ લગાવવામાં આવી હતી. જેમાં જિલ્લા પશુપાલન અધિકારી સહિત ઉપસ્થિત રહ્યા હતા.

પશુઓની માહિતી પણ આંગળીના ટેરવે મળી રહે તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં પશુઓને ઇયર ટેગ લગાવવામાં આવી રહી છે. જિલ્લાના પશુઓને ઇયર ટેગ લગાવવા માટે તાજેતરમાં જિલ્લાના ખરણામાં કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ગામના 1751 પશુઓને ઇયર ટેગ લગાવી હતી તેમાં ગાય 1325, ભેંસ 424, 1 ઘોડાનો સમાવેશ થાય છે. પશુઓમાં ઇયર ટેગ લગાવ્યા બાદ તેની ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના પશુપલાન નિયામક ડો.ફાલ્ગુનીબેન ઠાકર, સંયુક્ત પશુપાલન નિયામક ડો.સી.જી.ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. ઇયર ટેગની કામગીરીમાં કોઇ અડચણ આવે છે કે નહી સહિતની માહિતી માંગી હતી. ઉપરાંત ઇયર ટેગને પગલે પશુની જાતિ, પશુના માલિકનું નામ, ઉંમર, પશુના માલિકના ગામનું નામ, સરનામું, મોબાઇલ નંબર સહિતની વિગતો ઇયર ટેગના આધારે મળી રહેશે. ઇયર ટેગના ખાસ નંબરના આધારે માહિતી મોબાઇલથી મળી રહેશે. ઇયર ટેગ લગાવેલા પશુઓની માહિતી પશુપાલન વિભાગની એપમાં મુકવામાં આવશે. જેથી માહિતી સરળતાથી મળી શકે છે. ઇયર ટેગથી કુદરતી હોનારતમાં પશુના મોતથી તેની સાચી ઓળખ થવાથી લાભાર્થીને સરકારનો લાભ મળી શકશે તેમ અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો