અરજીઓનો સકારાત્મક નિકાલ:ગાંધીનગરમાં સેવાસેતુની સાથે ઈ-શ્રમ નોંધણી અને મતદાર યાદી સુધારણા કેમ્પ યોજાયો, 1232 અરજીઓનો સકારાત્મક નિકાલ કરવામાં આવ્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાનગરપાલિકા દ્વારા સેકટર - 13નાં લીંબચમાતાજીના મંદિર ખાતે આયોજન કરાયું

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે એ માટે મહાનગરપાલિકા અને નગરપાલિકા શહેર કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમનું આજે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સેકટર - 13નાં લીંબચમાતાજીના મંદિર ખાતે આયોજન કરાયું હતું. જે અન્વયે જુદા જુદા વિભાગોને લગતી 1232 અરજીઓનો સ્થળ પર જ સકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

જુદા જુદા વિભાગોને લગતી 1232 અરજીઓનો નિકાલ કરાયો
શહેરી નાગરિકોની સરળતાથી અને ઝડપી મળે તે હેતુથી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારના તમામ વિભાગોએ સેવા આપેલ હતી.સેવાસેતુ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશભાઈ મકવાણા, ડે.મેયર પ્રેમલસિંહ ગોલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજના સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન નાગરિકો માટે જરૂરી તમામ અરજી ફોર્મની નિશુલ્ક વ્યવસ્થા કરવામાં આવેલ હતી.આ કાર્યક્રમ દરમિયાન અંદાજિત 5500 જેટલી જનમેદની ઉપસ્થિત રહેલ અને જુદા જુદા વિભાગોને લગતી 1232 અરજીઓ આવેલ હતી.

સૌપ્રથમ વખત ચૂંટણી કાર્ડમાં સુધારો અને ઇ શ્રમ કાર્ડની સુવિધા આપવામાં આવી
જેમાંથી તમામ અરજીઓનો સકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત સેવાસેતું કાર્યક્રમમાં નવી બે સુવિધા પૂરી પાડવામાં આવી હતી જેમાં સૌપ્રથમ વખત ચુંટણી કાર્ડમાં સુધારો અને ઇ શ્રમ કાર્ડની સુવિધા આપવામાં આવી હતી. જેનો નાગરિકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...