દરજ્જો:બિલેશ્વરપુરા ગ્રામ પંચાયતને ઇ-ગ્રામ પંચાયતનો દરજ્જો

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
મંત્રીએ બિલેશ્વરપુરા ગ્રામ પંચાયતને ઇ-ગ્રામ પંચાયતનું ઉદ્દઘાટન કર્યું. - Divya Bhaskar
મંત્રીએ બિલેશ્વરપુરા ગ્રામ પંચાયતને ઇ-ગ્રામ પંચાયતનું ઉદ્દઘાટન કર્યું.
  • શ્રેષ્ઠ ગ્રામ પંચાયતની મુલાકાત લેતા ગ્રામ વિકાસ મંત્રી

જિલ્લામાં છેલ્લા ચાર વર્ષથી શ્રેષ્ઠ ગ્રામ પંચાયત બનતી બિલેશ્વરપુરા ગ્રામ પંચાયતની મુલાકાત ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીએ મુલાકાત લીધી હતી. ઉપરાંત ગ્રામ પંચાયતને આર.ઓ.મશીન, બેટરી બેકઅપ સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી. મંત્રીએ ગામના નંદઘરની મુલાકાત લઇને માહિતી મેળવી હતી.

કલોલ તાલુકાના સાંસદ આદર્શ ગામ બિલેશ્વરપુરાની મુલાકાત ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે મુલાકાત લીધી હતી. બિલેશ્વરપુરા ગ્રામ પંચાયતને ઇ-ગ્રામ પંચાયત બનાવવા માટે આર.ઓ.મશીન, બેટરી બેકઅપ, જમ્બો પ્રિન્ટર, લેમીનેશન મશીન, અરજદારો માટે બેઠક વ્યવસ્થા સહિતની સુવિધાઓ ઉભી કરીને ઇ-ગ્રામ પંચાયતનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયુ હતું.

ઉપરાંત એક લાખના ખર્ચે ગામમાં ઉભા કરાયેલા પુસ્તકાલયની પણ મંત્રીએ મુલાકાત લીધી હતી. ગ્રામજનોને અખબાર તેમજ અન્ય પુસ્તકોનું વાંચન કરવા ગ્રામજનોને અપીલ કરી હતી. ત્યારબાદ મંત્રીએ નંદઘરની મુલાકાત લઇને કેટલા બાળકો આવે છે સહિતની જાણકારી મેળવી હતી. ઉપરાંત ગ્રામજનો દ્વારા ગામમાં બનાવેલા ચબુતરાની પણ મુલાકાત મંત્રીએ લીધી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગોત્તમ, પસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...