મુશ્કેલી:લાખોનો ખર્ચ છતાં રસ્તા પર ધૂળથી વાહનચાલકો પરેશાન

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘ-4 અંડરપાસ સહિતના રસ્તા પર જ રેતીના થર જામી ગયા છે

ગાંધીનગરના નાગરિકો હાલ એક સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ઘ-4 અંડરપાસ સહિતના અનેક રસ્તાઓ પર હાલ નાગરિકોને એક સમસ્યા નડી રહી છે. જેમાં રસ્તા પર ઉડતી ધૂળ આંખમાં પડતાં વાહન ચાલકોને મુશ્કેલી પડે છે. શહેરના અનેક વિસ્તારમાં અને ખાસ કરીને ઘ રોડ પર હાલ રસ્તાની સાઈડમાં માટીના થર જામી ગયેલા છે. જેને પગલે અહીંથી પસાર થતાં વાહન ચાલકોને આંખમાં માટી પડે છે. ખાસ કરીને ઘ-4 અંડરપાસમાં આ મુશ્કેલી વધુ પડે છે કારણ કે બંને તરફથી પેક હોવાના કારણે ત્યાને ત્યાં જ ઉડતી રેતી વાહન ચાલકોની આંખમાં પડે છે.

મુખ્ય માર્ગ હોવાને પગલે રસ્તાઓ પર સફાઈ કામદારો મુકીને કચરો ઉઠાવી લેવાય છે. જોકે ધૂળ સહિતની સફાઈ લાંબા સમયથી થઈ નથી. જેને પગલે રસ્તાની સાઈડમાં જ રેતીના થર જામી ગયેલા નજરે પડે છે. રસ્તાઓની મિકેનિકલ સફાઈ માટે રોડ સ્વીપર મશીનથી સફાઈ કરવાની રહે છે જેને પગલે ધૂળ સહિતનો કચરો રસ્તામાંથી સાફ થઈ જાય. જોકે છેલ્લા 15 દિવસથી ગાંધીનગરમાં રોડ સ્વીપર મશીન દેખાયું હોવાનું ધ્યાનમાં આવ્યું નથી.

છેલ્લા વીઆઈપી સેક્ટર-19 ખાતે 9 જુલાઈની રાત્રે રોડ સ્વીપર મશીન જોવા મળ્યું હતું. કોર્પોરેશન તંત્ર શહેરના નવા-જુના વિસ્તારની સફાઈ માટે મહિને પોણા બે કરોડ જેટલો ખર્ચ કરે છે. જેમાં મુખ્યમાર્ગોની સફાઈ પણ આવી જાય છે, ત્યારે મુખ્યમાર્ગોના સફાઈ માટે લાખોનો ખર્ચ કરવા છતાં રસ્તાઓ પર ઉડતી ધૂળથી વાહન ચાલકો પરેશાન છે.

અન્ય સમાચારો પણ છે...