તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મેડિકલ સ્ટાફ : કોરોનાના હાહકાર વચ્ચે દર્દીઓ પાસે પરિવારના સભ્યો પણ જતા ડરતા હોય છે તેવા સમયે ગાંધીનગર સિવિલ સહિતના ડોક્ટર, મેડિકલ સ્ટાફ તેમની વચ્ચે રહીને રાત-દિવસ પોતાની ચિંતા કર્યા વિના કામ કરતાં હતા. અનેક દિવસ પોતાના સ્વાસ્થ્ય કે જીવની પરવા કર્યા વગર કોરોના દર્દીઓને સાજા કરવા સહિતની કામગીરીમાં અનેક લોકો કોરોનાગ્રસ્ત થયા હતા. ખાલી ગાંધીનગર સિવિલમાં જ ડોક્ટરથી લઈને વર્ગ-4ના કુલ 65 લોકો અત્યાર સુધી કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે.
પોલીસ : કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકારે ઘડેલા નિયમોના પાલનમાં પોલીસ જવાનોની કામગીરી સરાહનીય રહી હતી. કાયદો વ્યવસ્થા જાળવવાની સાથે લોકોને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની પાલન કરવાની કામગીરી સાથે પોલીસે જરૂર પડે કાયદાનું ભાન પણ કરાવ્યું હતું. લોકડાઉનમાં જ્યારે તમામ નાગરિકો ઘરોમાં હતા ત્યારે પોલીસ જવાનો બંદોબસ્તમાં ખડે પગે રહી લોકોને કાયદાનું અમલ કરાવતા હતા.
જિલ્લાના કચેરીઓનો સ્ટાફ : જિલ્લાની સરકારી કચેરીઓમાં કામ કરતાં વર્ગ-1થી લઈને વર્ગ-4ના કર્મચારીઓ, ફાયરના જવાનો, સફાઈ કામદારોએ કોરોના વચ્ચે પણ સારી કામગીરી કરી હતી. તેમાં પણ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતના સ્ટાફે સીધા પબ્લિક ડિલિંગ સાથે કામ કરીને પોતાની ફરજ અદા કરી હતી. ફાયરના જવાનોએ કોરોનાગ્રસ્ત વિસ્તારથી લઈને શહેરને સેનેટાઈઝ કરવાની કામગીરી કરી હતી. ગાંધીનગરમાં મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અનેક અધિકારી-કર્મચારીઓ સંક્રમિત થયા હતાં.
પોલીસની કામગીરી લીડર તરીકે ગર્વની વાત
કકોરોનાના કારણે અમારુ મોટાભાગનું ધ્યાન કોરોનાનું સંક્રમણ અટકાવવા તરફ રહ્યું છે. અમારી પોલીસે રાત-દિવસ ખડેપગે રહી અને પોતાની જાતની પરવા કર્યા વગર જવબદારી નિભાવી છે. જે અમારા માટે લીડર તરીકે ગર્વની વાત છે. 31 ડિસેમ્બરની ધ્યાાનમાં રાખી અમે તમામને રિક્વેસ્ટ કરીએ છે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે ગાઈડલાઈનને ફોલો કરે. - મયુર ચાવડા, જિલ્લા પોલીસવડા
પહેલા લોકોની ચિંતા કરીએ છીએ
અમારે અમારા કરતાં લોકોની ચિંતા પહેલાં કરવાની હોય કોરોનામાં મેડિકલ સ્ટાફ સાથે જ અમારી ફાયર સ્ટાફની કામગીરી શરૂ થઈ ગઈ હતી. અમારા સ્ટાફે દિવસ-રાત જોયા વગર કોરોનગ્રસ્ત વિસ્તારમાં સેનિટાઈઝરનો છંટકાવ કરવાની કામગીરી કરી હતી. કેટલાક સમયે તો દવાના છંટકાવમાં સ્ટાફને આંખો અને ચામડીઓમાં બળતરા થતી હતી. જોકે અમારું તો કામ જ લોકોના જીવ બચાવવાનું છે ત્યારે અમારે અમારા કરતાં લોકોની ચિંતા પહેલાં કરવાની હોય છે. - મહેશ મોડ, ફાયર ઓફિસર
ડ્યૂટીની જવાબદારીએ કોરોનાનો ડર દુર કર્યો
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ અને શબવાહિનીના ચાલક દિલીપભાઇ દંતાણીએ જણાવ્યું છે કે કોરોનાની મહામારીમાં નોકરી કરતા ડર લાગતો હતો. ઉપરાંત જ્યારે કોવિડના મૃતદેહને અંતિમધામે લઇ જતી વખેત મને કોરોના થશે તેવો ડર હતો. પરંતુ જ્યારે મને મારી ફરજ યાદ આવતી હતી એટલે કોરોનાનો ડર દુર થઇ જતો હતો. - દિલીપભાઇ દંતાણી, ડ્રાઇવર ગાંધીનગર
દર્દીઓને મોટીવેશન કરીને હિંમત આપી
કોરોનામાં સપડાયેલા ગાંધીનગર મેડિકલ કોલેજના મેડિસિન વિભાગના હેડ ડો.શશિ મુન્દ્રા કોરોનાથી મુક્ત થયા બાદ દર્દીઓને હિંમત આપતા સાજા થયા હતા. તમારી બોડીને શારિરીક અને માનસિક સ્વસ્થ રાખવાથી કોઇપણ વાયરસ શરીરમાં અંદર પ્રવેશ કરતો નથી. કોઇપણ વાયરસ જીવલેણ નથી ત્યારે શારિરીક અને માનસિક સ્વસ્થ રહેવાથી તેને હરાવી શકો છો. વર્ષ-2021માં જીંદગીમાં રૂપિયો કમાવવા માટે ભાગદોડ કરીને જીવન જીવવું યોગ્ય નથી. - ડો.શશી મુન્દ્રા, ગાંધીનગર
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.