કાર્યવાહી:વાવોલની સીમમાં બંદુક સાથે ફરતો ડફેર પકડાયો, બંને ધાડ પાડવા આવ્યા હતા, એક ફરાર

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાવોલ ગામની સીમમા બંદૂક સાથે એક ડફેર પકડાયો હતો. જ્યારે એક ડફેર રાત્રિના અંધકારમા પોલીસને થાપ આપવામા સફળ રહ્યો હતો. જેને લઇને પોલીસે એક ડફેર અને તેની પાસે રહેલી બંદૂક જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.મળતી માહિતી મુજબ સેક્ટર 7 પોલીસની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન વાવોલ ગામની સીમમા બે શખ્સ શંકાસ્પદ જોવા મળતા હોવાન બાતમી ટીમના ધર્મેન્દ્રસિંહ નરેન્દ્રસિંહને મળી હતી. જેને લઇને પોલીસે તે દિશામા તપાસ હાથ ધરતા લપાતા છુપાતા બે લોકો જોવા મળ્યા હતા.

જેમા એક શખ્સ પાસે બંદૂક જોવા મળી હતી. ત્યારે પોલીસે બંને લોકોને કોર્ડન કરતા એક શખ્સ ભાગી જવામા સફળ રહ્યો હતો. જ્યારે એક શખ્સને ઝડપી લીધો હતો. જેનુ નામ ફરીદભાઇ અલ્લારખા ઇસ્માઇલ સિંધી (ડફેર) (રહે, રાધનપુર, ચાર રસ્તા, લશ્કરી કુવો, મહેસાણા) જણાવ્યુ હતુ. જેની પાસેથી એક બંદૂક મળી આવી હતી. જ્યારે અન્ય એક શખ્સ અલીમભાઇ જુસબભાઇ ઉર્ફે ભુરો સિંધી (રહે, રાધનપુર, લશ્કરી કુવો) ફરાર થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...