ચોરીનો ભેદ ઉકેલાયો:કલોલની અમૃત હોટલ નજીકથી બે બેગોની ઉઠાંતરી કરનાર ડફેર ઝડપાયો, કાર, મોબાઈલ અને રોકડ સહિત 4.08 લાખનો મુદામાલ જપ્ત

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંદીરના ઓટલા ઉપર બે લોકો આરામ કરતા હતા ત્યારે ચોરીના ગુનાને અંજામ આપી ઈકો ગાડીમાં નાસી ગયેલો

કલોલ અમૃત હોટલ નજીક મંદિરના ઓટલા ઉપર આરામ કરતાં બે વ્યક્તિની ગાઢ નિંદ્રાનો લાભ ઉઠાવી બે બેગોની ઉઠાંતરી કરનાર ડફેરને લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે પૂર્વ બાતમીના આધારે ઈકો ગાડી સાથે ઝડપી પાડી રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 4.08 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

એલસીબીએ મિલ્કત સંબંધી ચોરીના ગુના વાળી જગ્યાએ વિઝિટ કરી
કલોલ શહેર - તાલુકા વિસ્તારમા છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર વિદેશી દારૃની પ્રવૃતિ તેમજ નાની મોટી ચોરીની ઉપરાછાપરી ઘટનાઓ પ્રકાશમાં આવતાં લોકલ ક્રાઇમ બ્રાંચનાં પીઆઈ જે એચ સિંધવે ટીમ સાથે મિલકત સંબંધી ગુનાનો ભેદ ઉકેલવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. અને કલોલમાં મિલ્કત સંબંધી ચોરીના ગુના વાળી જગ્યાએ વિઝિટ કરીને હ્યુમન તથા ટેકનિકલ સોર્સ થકી તપાસનો દોર શરૂ કર્યો હતો.

છત્રાલ બ્રીજ નજીક વોચ ગોઠવી ડફેરને ઝડપી લીધો
જે અન્વયે બાતમી મળી હતી કે, એક ઇકો ગાડી (નં-GJ08CG4666) લઈને એક ઇસમ મહેસાણાથી અડાલજ તરફ જવાનો છે. જેથી એલસીબીની ટીમે કલોલ છત્રાલ બ્રીજ નજીક વોચ ગોઠવીને ઇકો ગાડી સાથે એક શંકાસ્પદ ઈસમ યાકુબ ઇસ્માઇલભાઇ લતીફભાઇ રાઠોડ (સિધી ડફેર) (રહે રાધનપુર ચોકડી લશ્કરી કુવો મહેસાણા) ને ઉઠાવી લેવામાં આવ્યો હતો.

કડકાઈથી પૂછતાંછ કરતાં ગુનાની કબૂલાત કરી હતી
જેની પાસેથી મળી આવેલા બે થેલા અંગે કડકાઈથી પૂછતાંછ કરતાં આજથી પાંચેક દિવસ પહેલા ઇકો લઇ પોતાના મિત્રો સાથે અડાલજથી મહેસાણા તરફ જતા હતા. એ દરમ્યાન કલોલ અમૃત હોટલ નજીક આવેલ મંદીરના ઓટલા ઉપર બે વ્યક્તિઓ આરામ કરતા હતા. ત્યારે બંને થેલા ચોરી લીધાની યાકૂબે કબૂલાત કરી હતી. જેનાં પગલે યાકૂબની ધરપકડ કરી ઈકો કાર, રોકડા 3800,મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 4.08 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...