તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:RBIની ટેક્નિકલ ક્ષતિને પગલે જિલ્લાના 25000 પેન્શનરો પેન્શનથી વંચિત રહ્યા

ગાંધીનગર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રથમ વખત પેન્શનરોના ખાતામાં 1 દિવસ મોડું પેન્શન જમા થશે

આરબીઆઇની ટેક્નિકલ ક્ષતિને કારણે જિલ્લાના 25000 જેટલા પેન્શનરોને મહિનાની 1લી તારીખને બદલે તારીખ 2જી જાન્યુઆરીએ માસનું પેન્શન બેન્ક ખાતામાં જમા થયું હતું. પેન્શન ખાતામાં જમા નહીં થતાં પેન્શનરોએ જિલ્લા પેન્શન ચુકવણા કચેરી ખાતે પૂછપરછ શરૂ કરી હતી.રાજ્ય સરકાર દ્વારા નિવૃત્ત કર્મચારીઓને માસિક પેન્શન અપાય છે. જેમાં દરેક પેન્શનરના બેન્ક ખાતામાં પેન્શનને જમા કરાવવામાં આવે છે. નિવૃત્ત કર્મચારીઓને પેન્શન આપવાની કામગીરી જિલ્લા પેન્શન ચુકવણા કચેરી દ્વારા કરવામાં આવે છે. પરંતુ એકપણ દિવસ પેન્શન મોડું જમા થયું નથી.

​​​​​​​જિલ્લા પેન્શન ચુકવણા કચેરીના યોગ્ય આયોજનને પગલે દરેક પેન્શનરોના બેન્ક ખાતામાં દર મહિનાની તારીખ 1લીના રોજ પેન્શન જમા થઇ જાય છે. જ્યારે જાન્યુઆરી-2021નું પેન્શન નિવૃત્ત કર્મચારીઓના બેન્ક ખાતામાં જમા નહીં થતાં પેન્શનરોમાં દોડધામ મચવા પામી હતી. જિલ્લાના 25000 જેટલા પેન્શનરોને દર મહિને લાખો રૂપિયા પેન્શન પેટે ચુકવવામાં આવે છે. જ્યારે પ્રથમ વખત જાન્યુઆરી માસનું પેન્શન જમા નહી થતાં પેન્શન ચુકવણા કચેરીમાં નિવૃત્ત કર્મચારીઓએ પુછપરછ કરી હતી.

નિવૃત્ત કર્મચારીઓને પેન્શન નહી મળવા અંગે જિલ્લા પેન્શન ચુકવણા અધિકારી એચ.આઇ.ત્રિવેદીને પુછતા જણાવ્યું છે કે આરબીઆઇમાં ટેકનિકલ ક્ષતિને કારણે નિવૃત્ત કર્મચારીઓના બેન્ક ખાતામાં તારીખ 1લી, ફેબ્રુઆરીના રોજ પેન્શન જમા થયું નથી. નિવૃત્ત કર્મચારીઓને પેન્શન નહી મળતા ટેકનિકલ ક્ષતિને જાણીને તાબતોડ દુર કરીને તારીખ 2જી, મંગળવારે મોડી સાંજે પેન્શનરોના બેન્ક ખાતમાં પેન્શન જમા કરાવી દીધું હતું.

પેન્શન ચુકવણી કચેરીએ ઇ-પેમેન્ટ ડેટા મોકલી દીધા હતા
િનવૃત્ત કર્મચારીઓને પેન્શન સમયસર દર મહિનાની તારીખ 1લીના રોજ મળી જાય તે માટે ગત તારીખ 25મી, જાન્યુઆરીના રોજ જિલ્લા પેન્શન ચુકવણા કચેરી દ્વારા ઇ-પેમેન્ટના ડેટા મુંબઇની આરબીઆઇને મોકલી દેવામાં આવ્યા હોવાનું પેન્શન ચુકવણા કચેરીના અધિકારીએ જણાવ્યું છે.

અફવાઓ ઉડવાના પગલે પેન્શનરોમાં દોડધામ મચી
જાન્યુઆરી-2021 માસનું પેન્શન નિવૃત્ત કર્મચારીઓને નહી મળતા અફવા બજારે જોર મચાવ્યું હતું. જેમાં સરકારે પેન્શન બંધ કરી દીધું, સરકાર નાણાંકિય કટોકટીમાં છે. પેન્શનમાં કાપ કરાશે સહિતની અફવાઓ ફેલાઇ હતી. પરંતુ જિલ્લા પેન્શન ચુકવણા કચેરી દ્વારા પેન્શનરોને સાચી માહિતી આપતા હાશકારો થયો હતો.

પેન્શન ન જમા થતાં મીટિંગ કેન્સલ કરાઇ
​​​​​​​નિવૃત્ત કર્મચારીઓને પેન્શન તારીખ 1લી, ફેબ્રુઆરીના રોજ બેન્કમાં જમા થયું નહીં. આથી જિલ્લાના પેન્શનરોને ઝડપી પેન્શન મળી શકે તે માટે જિલ્લા પેન્શન ચુકવણા કચેરી દ્વારા મિટીંગ સહિતના કાર્યક્રમો કેન્સલ કરી દેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો