રાજ્યના ગૃહવિભાગનો નિર્ણય:સલામતીના પગલે રાજ્યના હથિયારધારકોને હવે ઓલ ઇન્ડિયા પરમિટ નહીં મળે

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત બહાર પ્રવાસ વખતે માત્ર 2 દિવસમાં જર્ની લાઇસન્સ અપાય તેવી વ્યવસ્થા ગોઠવવાની સૂચના

રાજ્યમાં રિવોલ્વર સહિતના હથિયારનો પરવાનો મેળવવા માગતા લોકોને અથવા ગુજરાતમાં હથિયારનો પરવાનો ધરાવનાર ધારકોને ઓલ ઇન્ડિયા પરમિટ નહીં આપવાનો નિર્ણય રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. હથિયારધારકોને ગુજરાત બહાર પ્રવાસ કરવાના સંજોગોમાં વધુમાં વધુ બે દિવસની મર્યાદામાં જર્ની લાઇસન્સ મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી છે.

ગૃહ વિભાગે આ મામલે તમામ લાઇસન્સી ઓથોરિટી પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર તથા પોલીસ અધિક્ષકોને લેખિત આદેશ કર્યા છે. ગૃહ વિભાગે જણાવ્યું છે કે ઓલ ઇન્ડિયા પરમિટ આપ્યા બાદ જાહેર સલામતી અંગે કે શસ્ત્રની હેરાફેરી પર રાજ્ય પોલીસની કોઇ ભૂમિકા રહેતી નથી કે ટ્રેક પણ રહેતો નથી. આ સંજોગોમાં સલામતીની રીતે તે જરૂરી છે કે ઓલ ઇન્ડિયા પરમિટને બદલે ગણતરીના કલાકોમાં જ પરવાનેદાર જર્ની પરમિટ માગે ત્યારે આપવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...