સમસ્યા:યોગ્ય લેવલિંગ ન હોવાથી સે-27માં વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસ્યાં

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર શહેરમાં અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદે ઘર લોકોના ઘર આગળ પાણી ભરાઈ રહેવાની સમસ્યા છે. સેક્ટર-27 આનંદનગર વિસ્તારમાં પ્લોટ નં-125થી 130ની આસપાસ થોડા વરસાદે પણ કોમન પ્લોટમાં પાણી ભરાઈ જાય છે. કોમનપ્લોટ સાથે નાગરિકોના ઘરની ગેલેરીઓમાં પણ પાણી ઘૂસી જાય છે.

જેને પગલે નાગરિકોને ઘરની બહાર કામથી નીકળવામાં ભારે તકલીફોનો સામાનો કરવો પડે છે. બીજી તરફ સેક્ટર-7 સી ખાતે પણ ગતવર્ષે આંતરિક માર્ગોનું નવીનીકરણ બાદ મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાઈ રહે છે. રસ્તાનું યોગ્ય લેવલિંગ ન હોવાને પગલે પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી. ચોમાસામાં પાણી ભરાઈ રહેવાને કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ સંભાવના રહે છે.

અન્ય સમાચારો પણ છે...