તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિન ડ્રાય રન:ગાંધીનગરમાં પાંચ સ્થળોએ કોરોના વેક્સિનેશન માટે ડ્રાય રન ટેસ્ટ યોજાયો, મેયર અને કમિશનરે મુલાકાત લીધી

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર, સેક્ટર-2 અર્બન હેલ્થ સેન્ટર, હાઇટેક હોસ્પિટલ, ઇન્દ્રોડા અને સેક્ટર-24 પ્રાથમિક શાળાએ વેક્સિનની ડ્રાય રન

ગાંધીનગર શહેરમાં આજે કોરોના વેક્સિનેશન માટે ડ્રાય રન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નક્કી કરવામાં આવેલ પાંચ સ્થળો ખાતે ડ્રાય રન ટેસ્ટ યોજાયો હતો. ડ્રાય રન ટેસ્ટમાં 125 લાભાર્થીઓને અલગ અલગ સ્થળે રસી માટે બોલાવવામાં આવ્યા હતા.આ ડ્રાય રન થકી વેક્સિનેશન માટે જરૂરી તમામ બાબતો પર બારીકાઇથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગરના સેકટર – 2 ખાતેના અર્બન હેલ્થ સેન્ટરમાં ડ્રાય રન ટેસ્ટની ગાંધીનગરના મેયર રીટાબેન પટેલ અને કમિશનર ડો. રતનકંવર ગઢવીચારણે મુલાકાત લીધી હતી.

સેકટર-2 અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઉપસ્થિત ગુજરાત રાજ્યના ઇમ્યુનાઇઝેશન ઓફિસર ડો. નયન જાનીએ જણાવ્યું હતું કે, ગઇકાલે કોરોના વેક્સિનેશનના લાભાર્થીઓને મેસેજ કરીને તેમને આજે આવવા માટેની જાણ કરી હતી. જેમાં સેક્ટર-2 ખાતેના અર્બન હેલ્થ સેન્ટર ખાતે તમામ લાભાર્થીઓ સમયસર આવી ગયા હતા. તે પછી તેમની ખાતરી કરીને તેમને સોશ્યિલ ડિસ્ટન્સીંગમાં ઉભા રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે પછી આવેલા તમામ લાભાર્થીઓને વેક્સિનેશન વેઇટિંગ રુમમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને કોરોના અંગેની વેક્સિન આપવામાં આવી રહી હતી. તે રૂમમાં એકબાદ એક લઇ જવામાં આવ્યા હતાં તેમને વેક્સિન અંગેની સમજ આપવામાં આવી હતી. આ દરમ્યાન વેક્સિન રૂમમાં જરૂરી મેડિકલ માટેના સાધનો – સુવિધાઓ યોગ્ય રીતે ગોઠવાઇ છે કે નહિ, તેનું પણ બારીકાઇથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

વેક્સિન રૂમમાં લઇ ગયેલા તમામ લાભાર્થીઓને વેક્સિન આપ્યા બાદ એક અલગ રૂમમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યા તેમને અડધો કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા. તેમનું કાઉન્સિલીંગ કરવામાં આવ્યું હતું. આ કાઉન્સિલ દરમ્યાન તેમને કોરોના રસી લેવાથી આપને અને આપના પરિવારને શું ફાયદો થાય છે, વેકસિન લીધા બાદ આપને કેવું લાગે છે. તેમના મતે આ વેક્સિન અંગે અને સુવિધા અંગે અભિપ્રાય મેળવવામાં આવશે. તે ઉપરાંત વેક્સિનેશન સફળતા પૂર્વક થઇ ગયું છે તેવો પણ તેમને એક મેસેજ મોકલવામાં આવશે.

ડો. જાનીએ વધુમાં કહ્યું હતું કે, વેકસિનેશન માટેનો મેસેજ મળ્યો હોય તે લાભાર્થી કોઇ કારણોસર વેક્સિન લેવા ન આવી શકે તો તેને તેના પછીના રાઉન્ડમાં આવવા માટેનો મેસેજ ફરથી મોકલવામાં આવશે. તે દિવસે તેમણે આવવાનું રહેશે.

ગાંધીનગર મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ડો. કલ્પેશ ગોસ્વામીએ વેક્સિનેશન અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આજે પાંચ સ્થળોએ વેક્સિનેશન માટેની ડ્રાઇ રન યોજાવામાં આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર, સેક્ટર-2 અર્બન હેલ્થ સેન્ટર, હાઇટેક હોસ્પિટલ, ઇન્દ્રોડા અને સેક્ટર-24 પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે. આ તમામ જગ્યા પર 25 – 25 લાભાર્થી મળી કુલ 125 લાભાર્થીઓને આજે ડ્રાઇ રન માટે બોલવવામાં આવ્યા હતા.

ડો. ગોસ્વામીએ ઉમેર્યુ હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફ્રન્ટ લાઇનના વોરિયર્સ 1824છે. તેમજ હેલ્થ કેર 4,286 વોરિયર્સ છે. તે ઉપરાંત 50 વર્ષથી ઉપરના 41,287 લાભાર્થીઓની વિગતો ઉપલબ્ઘ છે. તેની સાથે 50 વર્ષથી નાના હોય પણ કો-મોર્બિડ હોય તેવા 2483 વ્યક્તિઓની વિગતો ઉપલબ્ધ છે.

ડ્રાઇ રન ચાલતું હતું તે સમય દરમ્યાન ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર રીટાબેન પટેલ અને કમિશનર ડો. રતનકંવર ગઢવીચારણે સેકટર-2 અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી હતી. ત્યાં બોલવવામાં આવેલા લાભાર્થીઓ અને મેડિકલ સુવિધાઓની માહિતી મેળવી હતી. તેમજ સમગ્ર પ્રક્રિયાને નિહાળી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો